ધાર્મિક

કોઈ ટેકનોલોજી વગર ભગવાન શ્રીકૃષ્ણના આ મંદિરના દરવાજા સમય થયે જાતે ખૂલે અને બંધ થાય છે

આપણાં દેશમાં કૃષ્ણની લીલાઓ રચેલા ઘણા સ્થળો છે જેમાંનું પ્રસિદ્ધ એક વૃંદાવનમાં છે અને તે પણ ભગવાન શ્રીકૃષ્ણનું છે. આ અજોડ સ્થળ પર  નિધિવનમાં મંદિર છે. જે ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર ખૂબ પ્રખ્યાત  છે. નિધિવનમાં સ્થિત આ મંદિર ખૂબ જ અનોખા અને ચમત્કારિક મંદિર છે.આ મંદિરના દરવાજા એની રીતે ખૂલે છે અને જાતે જ બંધ થાય છે.

જૂની માન્યતાઓ અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ પણ અહીં સૂવા માટે રોજ આવે છે. મંદિરમાં ભગવાન માટે પથારી કરવામાં આવે છે.ભગવાન શ્રીકૃષ્ણનું આ મંદિર એટલું ચમત્કારિક છે, ત્યાંના પુજારીઓ કહે છે કે ભગવાન શ્રીકૃષ્ણ દરરોજ સૂવા માટે અહી આવે છે. ભગવાનની નિંદ્રા માટે મંદિરમાં પલંગ પણ બનાવવામાં આવે છે. પલંગમાં સ્વચ્છ ગાદલું અને ચાદરની પથારી કરવામાં આવે છે સાથે ફૂલો પણ નાખવામાં આવે છે.

જ્યારે સવારે મંદિરમાં જોવ તો ફૂલ એ વાતની સાબિતી આપે છે કે  કોઈ અહીં સૂવા માટે આવ્યું હતું. આ મંદિરમાં દરરોજ માખણ અને સુગર કેન્ડી,મીશ્રીનો પ્રસાદ વહેંચવામાં આવે છે, જ્યારે વધેલો પ્રસાદ મંદિરમાં જ હોય છે. પરંતુ સવાર થતાં જ પ્રસાદની થાળી પણ ખાલી થઈ જાય છે. કૃષ્ણ આવીને માખણ મિશ્રીને ખાય છે.

અહીંના  મંદિર સાથે ઘણા રહસ્યો જોડાયેલા છે જૂની માન્યતાઓ પ્રમાણે તાનસેનના ગુરુ સંત હરિદાસે સ્તોત્રો દ્વારા આ મંદિરમાં રાધા-કૃષ્ણ સંયુક્ત સ્વરૂપે  પ્રગટ થયા હતા. અહીં સ્વામીજીની સમાધિ પણ  છે. અહીં કૃષ્ણ અને રાધા રોજ દર્શન કરવા આવે છે અને આ મંદિરમાં રાત્રે જવાની મનાઈ છે. આ મંદિરમાં રાધા રાણી અને ભગવાન શ્રીકૃષ્ણની નિંદ્રા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને અહી  ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા-રાણી રાસલીલા કરે છે.

કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ રાત્રે છુપાવીને રાધા-કૃષ્ણની રાસ લીલા જોવા જાય તો તે પાગલ થઈ જાય છે અને સાથે પોતાની આંખો પણ ગુમાવી દે છે તેથી જ અહીના મંદિર પાસેનામકાનોમાં કોઈ બારી રાખવામાં આવેલ નથી. અહી  સાંજની આરતી બાદ લોકો ક્યારેય મંદિરમાં ફરી પ્રવેશ કરતાં નથી. મંદિરમાં પ્રવેશતા જ તુલસીના બે છોડ છે અને તુલસીના પાનને કોઈ તોડતું પણ નથી. મંદિરમાં સંત હરિદાસે રાધા-કૃષ્ણને  પ્રગટ કર્યા હતા. અહીં કૃષ્ણ અને રાધા સંતને મળવા આવતા હોવાથી અહીં જ સ્વામીજીની સમાધિ પણ બનાવવામાં આવી છે.

[quads id=1]

Related Articles

Back to top button