કોરોના વચ્ચે સતત ચર્ચા માં રહેલ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી ની મતગણતરી પૂર્ણ થયા બાદ તૃણમૂલ કોંગ્રેસ ના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. મમતા બેનર્જીએ દાવો કર્યો છે કે, મને નંદીગ્રામના ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે ફરીથી મતગણતરી તેમની જિંદગી જોખમમાં નાખી શકે છે, આથી ફરી મતગણતરી ન કરાવવામાં આવી. મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ ને સંબોધિત કરતા કહ્યું કે, નંદીગ્રામમાં ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શુભેન્દુ અધિકારીથી હારી ગયા છે તે બાબત ના ચૂંટણી પરિણામને તેઓ કોર્ટ નો દરવાજો ખખડાવશે.
નંદીગ્રામ ના ચૂંટણી અધિકારી દ્વારા મોકલવામાં આવેલા એક કથિત મેસેજ ને જાહેર કરતા મમતા બેનર્જી એ દાવો કર્યો કે, તેમને એવી શંકા વ્યક્ત કરી હતી કે જો તેઓ ફરીથી મતગણતરીનો આદેશ આપશે તો તેમણે ગંભીર પરિણામ ભોગવવા પડશે અને આત્મહત્યા પણ કરવી પડી શકે છે. તેમણે કહ્યું કે ચૂંટણી આયોગ દ્વારા ઔપચારિક રૂપે જીત જાહેરાત કર્યા બાદ નંદીગ્રામના પરિણામ કઈ રીતે બદલાઈ શકે છે? તેની વિરુદ્ધમાં અમે કોર્ટમાં જઈશું. સર્વર 4 કલાક સુધી ડાઉન કેમ હતું? અમે જનાદેશ સ્વીકારવા માંગતા હતા, પરંતુ એક જગ્યાના પરિણામમાં ગરબડ છે. તો જે પ્રતીત થાય છે તેની વિરુદ્ધ કંઈક બીજું છે. અમારે હકીકત જાણવી છે.
પશ્ચિમ બંગાળ માં ચુંટણી પછી થઈ રહેલી હિંસાના સમાચારો વચ્ચે મમતા બેનર્જીએ પોતાના સમર્થકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી અને કહ્યું કે કોઈના ઉશ્કેરાટમાં ન આવો. મમતા એ વધુ માં આરોપ લગાવ્યો કે કેન્દ્રએ ચૂંટણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો પર ખૂબ અત્યાચાર આચર્યો છે. પરિણામ જાહેર થાય બાદ પણ કેટલાક વિસ્તારમાં તેમના સમર્થકો પર હુમલો કર્યો, પરંતુ મમતાએ લોકોને કોઈ ઉશ્કેરાટમાં ન આવવાની અપીલ કરી અને તેની પોલીસને જાણકારી આપવા માટે કહ્યું.
તેણે વધુ આરોપો લગાવતા કહ્યું કહ્યું કે ચૂંટણી દરમિયાન કેટલાક પોલીસ અધિકારીઓએ ભેદભાવ રાખી ને તૃણમૂલ કોંગ્રેસ વિરુદ્ધ કામ કર્યું. ચૂંટણી આયોગ પર આક્ષેપો કરતા તેમણે દાવો કર્યો કે જો ચૂંટણી આયોગે સહયોગ ન કર્યો હોત તો ભાજપ 50 થી સીટ ન મેળવી શક્યું હોત. મિત્રો મમતા બેનર્જી ના આક્ષેપો બાબતે તમારું શું મંતવ્ય છે એ કોમેન્ટ માં જરૂર જણાવશો
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…