ક્રાઇમસમાચાર

માલ્યા, નીરવ મોદી અને ચોક્સીની 19,111 કરોડની સંપત્તિ જપ્ત, 7975 કરોડ વસૂલ્યા

માલ્યા, નીરવ મોદી અને ચોક્સીની 19,111 કરોડની સંપત્તિ જપ્ત, 7975 કરોડ વસૂલ્યા

સરકારે મંગળવારે જણાવ્યું હતું કે બેંક લોનની ચૂકવણી કર્યા વગર વિદેશ ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીની 19,111.20 કરોડ રૂપિયાની સંપત્તિ અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવી છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે ત્રણેય ઉદ્યોગપતિઓએ તેમની કંપનીઓ દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોમાંથી ખોટી રીતે નાણાં ઉપાડીને છેતરપિંડી કરી છે. તેના કારણે જાહેર ક્ષેત્રની બેંકોને કુલ 22585.83 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જપ્ત થઇ મિલકતો

તેમણે કહ્યું કે 15 માર્ચ, 2022 સુધીમાં, તેમાંથી, 19111.20 રૂપિયાની સંપત્તિ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ એટેચ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે આમાંથી 15,113.91 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકોને પરત કરવામાં આવી છે. આ સાથે, 335.06 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને ભારત સરકારને આપવામાં આવી છે, એમ તેમણે જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 15 માર્ચ, 2022 સુધીમાં, આ કેસોમાં છેતરપિંડીથી ઉપાડવામાં આવેલા ભંડોળમાંથી 84.61 ટકા જપ્ત કરવામાં આવ્યા છે અને બેંકોને થયેલા કુલ નુકસાનમાંથી 66.91 ટકા બેંકોને પરત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ખાસ વાત એ છે કે એસબીઆઈની આગેવાની હેઠળના બેંકોના સંઘે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમને સોંપવામાં આવેલી સંપત્તિ વેચીને 7975.27 કરોડ રૂપિયાની વસૂલાત કરી લીધી છે.

[quads id=1]

Related Articles

Back to top button