બોલિવૂડની સુંદર અભિનેત્રી મલાઈકા અરોરા તાજેતરમાં ગોવામાં વેકેશનની મજા માણતી જોવા મળી હતી. આ દરમિયાન મલાઇકાનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ તેની સાથે હતો. જોકે મલાઇકા અરોરા આ દિવસોમાં મુંબઇમાં છે પરંતુ હજી પણ વેકેશનના મુડમાંથી બહાર આવી શકી નથી. મલાઈકા સતત પોતાની ગોવાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી જોવા મળે છે.
ફરી એકવાર મલાઇકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો નવો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તે સ્વીમીંગ પૂલમાં જોવા મળી રહી છે. આ તસવીરને લાખો લોકોએ લાઈક કરી છે અને તેમાં મલાઇકાનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. મલાઈકાએ ગોવા વેકેશનમાં જ બિકિનીમાં આ તસવીર શેર કરી હતી.
જો જોવામાં આવે તો મલાઈકા અરોરા તેના સુંદર લૂક અને બોલ્ડ સ્ટાઇલ માટે હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી મલાઇકા અરોરા ઘણીવાર પોતાના જીવનને લગતા ફોટા ચાહકો સાથે શેર કરતી રહે છે. આ દિવસોમાં મલાઈકા એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. જ્યારે એક રાતે અર્જુન કપૂર મલાઇકા અરોરાના ઘરે ગયા હતા ત્યારે બંનેની લવ સ્ટોરી ચર્ચામાં આવી હતી. એટલું જ નહીં, એવા અહેવાલો પણ મળ્યા હતા કે અરબાઝ ખાન અને મલાઈકા અરોરા વચ્ચેના તલાકનું કારણ પણ અર્જુન કપૂર છે.
2019 માં આ દંપતીએ તેમના સંબંધોને વિશ્વની સામે ખુલ્લા મૂક્યા હતા. થોડા દિવસો પહેલા ચાહકો સાથેની વાતચીત દરમિયાન અર્જુનને પૂછવામાં આવ્યું હતું કે તે મલાઇકા સાથે ક્યારે લગ્ન કરી રહ્યો છે? અર્જુને કહ્યું હતું, ‘જ્યારે હું લગ્ન કરીશ, ત્યારે હું બધાને કહીશ. અત્યારે લગ્ન માટેની કોઈ યોજના નથી, અને જો મે હવે લગ્ન કરવાનું વિચારી લીધું હોત, તો પણ આવા સમયે શક્ય નથી. અમે બંનેએ હજી સુધી લગ્ન વિશે વિચાર્યું નથી પરંતુ જેમ હું હંમેશાં કહું છું કે જ્યારે હું લગ્ન કરીશ, ત્યારે હું કહીશ. અમે કંઈપણ છુપાવીશું નહીં અને બધાને જાણ કરીને લગ્ન કરીશું.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…