મજબૂરી નો ફાયદો લેતો એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર જડપયો: 25 કિમી માટે અધધ 42 હજાર રૂપિયા વસુલ્યા
ઉત્તરપ્રદેશ નોઇડા ના એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહી એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરે એક પરિવાર પાસેથી 25 કિમી દૂર હોસ્પિટલ લઈ જવાના અધધ 42 હજાર રૂપિયા ની રકમ વસુલ્યા હોવાનો મામલો સામે આવ્યો છે.
દિલ્હી હાઈકોર્ટ ના અધિવકતા અસિત કોરોના સંક્રમિત થઈ ગયા હતા. અને તેમના પરિવાર ને પણ ચેપ લાગ્યો હતો. જેથી તેમનો નાનો ભાઈ એ પરિવાર ને દવાખાને લઈ જવા માટે નોઇડા સેકટર 50 માં આવેલા પોતાના ઘરે લઈ ગયા હતા. પરંતુ સોમવારે અસિત ની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ અને દવાખાને જવું પડે ઍવી હાલત પેદા થઈ. આ દરમિયાન વિષ્ણુ એ એક એમ્બ્યુલન્સ ને ફોન કરતા પ્રાઇવેટ એમ્બ્યુલન્સ તેના ઘરે આવી.
ત્યારબાદ એમ્બ્યુલન્સ દર્દી ને લઈ ને ગ્રેટર નોઇડા ના શારદા હોસ્પિટલ પહોંચ્યા પણ ત્યાં એક પણ બેડ ખાલી ન હતો આથી એ દર્દી ને ત્યાંથી પ્રકાશ હોસ્પિટલ લઈ ગયા પરંતુ ત્યાં પણ બેડ ખાલી ન હતી આથી અંતે 25 કિમી ની રઝળપાટ બાદ યથાર્થ હોસ્પિટલ માં પહોંચ્યા.
ત્યાં પહોંચ્યા બાદ એમ્બ્યુલન્સ ડ્રાઈવરે વિષ્ણુ પાસે 44 હજાર રૂપિયા ની માંગ કરી. વિષ્ણુ આટલા રૂપિયા સાંભળી ને હેબતાઈ ગયો. ઘણી રકઝક બાદ વિષ્ણુ એ 40 હજાર પેટાઈમ થી અને બાકીના 2 હજાર કેશ એમ ટોટલ 42 હજાર રૂપિયા ડ્રાઇવર ને આપ્યા.
વિષ્ણુ એ દર્દી ને હોસ્પિટલ માં દાખલ કરી ને આ બાબતે પોલીસ ને જાણ કરી દીધી. આથી પોલીસ ટીમે ગાડી નંબર ટ્રેસ કરી ને એ એમ્બ્યુલન્સ ડ્રાઇવર ને ઝડપી પડ્યો. અને તે ડ્રાઈવરે વધારે પૈસા લીધા નું કબૂલી લીધું. અંતે પોલીસે ડ્રાઇવર ને તેના ભાડા ના થતાં પૈસા આપી ને બાકીના પૈસા વિષ્ણુ ને પાછા અપાવી દીધા. એમ્બ્યુલન્સ ડ્રાઇવરે પોલીસ સામે પોતાની ભૂલ પણ સ્વીકારી લીધી છે.