સુરત

દેશની સૌથી નાની ઉંમરની સુરતની દીકરી બની પાયલોટ.. તેના પિતા એ દીકરી ને આપ્યું કઇંક આવું બિરુદ

સુરત શહેર ની 19 વર્ષ ની દીકરીએ પાયલોટ બનીને તેના પરિવારનું અને સુરત શહેરનું નામ રોશન કર્યું છે. આ દીકરી નું નામ મૈત્રી પટેલ છે. મૈત્રી એ અમેરિકા માં 11 મહિનાના સમય માં ટ્રેનિંગ પૂરી કરીને કોમર્શિયલ પાયલોટ નું લાઈસન્સ પ્રાપ્ત કર્યું હતું. 

તેની સાથે ચોંકાવનારી મુખ્ય વાત તો એ છે કે તે નાની વય ની ઉંમર માજ તે પાયલોટ બની ગઈ છે. પાયલોટ બન્યા બાદ મૈત્રી પટેલ જ્યારે સુરત પહોંચી ત્યારે તેના પરિવાર ના સભ્યોએ તેનું આનંદ ભર્યું સ્વાગત કર્યું હતું. મન હોય તો જ માળવે જવાઈ.. આ કહેવત મૈત્રી પટેલે સાચી સાબિત કરી દીધી છે. 

મૈત્રી ને નાનપણથીજ પાયલોટ બનવાની ઈચ્છા હતી. આ ઈચ્છા પૂર્ણ કરવા માટે તેને ખૂબ મહેનત કરી અને 19 વર્ષ ની વયે પાયલોટ બની ને તેના માતા પિતા અને સુરત શહેર નું ના રોશન કર્યું છે. સુરત શહેર ના ઘોડદોડ વિસ્તાર માં વસવાટ કરતી મૈત્રી પટેલ તેનો 12 સાયન્સ નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પાયલોટનો અભ્યાસ અને તેની ટ્રેનિંગ માટે તે અમેરિકા ગઈ હતી.  

મૈત્રી પટેલ ના પિતા ખેડૂત છે. અને તેની માતા સુરત મહાનગરપાલિકા માં નોકરી છે. મૈત્રી ની પાયલોટ બનવાની ઈચ્છા દ્રઢ હતી. તેથી તે માત્ર 11 મહિના ના ટુંકાગાળામાં કોમર્શિયલ વિમાન ઉડાડવાનું શીખી લીધું હતું. તેથી અમેરિકા એ તેણી ને કોમર્શિયલ વિમાન ઉડાડવાનું લાયસન્સ આપી દીધું. 

અને તેની સાથેજ મૈત્રી પટેલ ભારત ની સૌથી નાની વય ની પાયલોટ બની ગઈ છે. ત્યારબાદ મૈત્રી પટેલે જણાવ્યું કે આ ટ્રેનિંગમાં 10 જેટલા ભારતીય અને અન્ય દેશના ઉમેદવારો પણ હતા. અને સામાન્ય રીતે વિમાન ચલાવવા માટે 18 મહિનાની ટ્રેનિંગ ની જરૂર પડે છે. પણ મે 11 મહિના માજ આ ટ્રેનિંગ પૂર્ણ કરી લીધી છે. 

ભારત માં સૌથી વધારે મહિલા પાયલોટ છે અને મારે પણ તેમાં જોડાવું છે. અને હવે હું મારુ કેપ્ટન બનવાનું સપનું પણ ટૂંક સમય માં પૂરું કરીશ. સૌ પ્રથમ સુરત થી દિલ્હી ની ફ્લાયટ માં બેસતી વખતે મને મારા પિતાએ કહ્યું હતું કે તું પાયલોટ બનજે. ત્યારે મે નક્કી કરી લીધું અને પાયલોટ બનવાની તેયારીઓ પણ શરૂ કરી દીધી. 

અને જ્યારે મને લાઇસન્સ મળ્યું ત્યારબાદ મે મારા પિતાજી ને અમેરિકા બોલાવ્યા અને આકાશમાં 3500 ફૂટ ઊંચાઈએ વિમાન માં તેમણે ફેરવ્યા હતા. મૈત્રી પટેલ ના પિતા ક્રાંતિ પટેલે જણાવ્યું કે અમારી ઈચ્છા હતી કે અમારી દીકરી અમને વિમાન માં ફેરવે અને આજે તેણે અમારી ઈચ્છા પૂર્ણ કરી છે અને અમને તેના પર ખુબજ ગર્વ થય રહ્યો છે. 

મૈત્રી પટેલ તેની ટ્રેનિંગ પૂર્ણ કરી ને સુરત પરત આવી ત્યારે તેના પરિવાર ના સભ્યોએ તેને હર્ષ ભેર વધાવી છે. મૈત્રીને ભારત માં વિમાન ઉડાડવા માટે ભારત ના નિયમો અનુસાર ટ્રેનિંગ સાથે અભ્યાસ પૂર્ણ કરવો પડશે. આ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેને લાયસન્સ મળશે.  

મૈત્રી પટેલ ની માતા રેખા પટેલે જણાવ્યું કે નાની ઉંમર માંજ લાયસન્સ મેળવનારી મારી દીકરી ને તેના પિતા એ ‘શ્રવણકુમાર’ નું બિરુદ આપ્યું છે. આજ ના યુગ માં એક દીકરી તેના પરિવાર અને તેના સમાજ માટે મહેનત અને સફળતા પૂર્વક મોટું કામ કરી ને લોકો ને પ્રેરણા પૂરી પાડે છે. 

Team Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago