5 બાળકો સાથે મહિલા આત્મહત્યા કરવા ટ્રેનની સામે ઊભી રહી, માતા સહિત 4 નું મોત, 2 પુત્રી ભાગી જતાં –
રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક હ્રદયસ્પર્શી સામૂહિક આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દૌસા જિલ્લાના મંડાવરમાં કટી ઘાટી નજીક એક મહિલા તેના 5 બાળકો સાથે રેલના પાટા ઉપર આવી હતી અને ટ્રેનની સામે ઉભી હતી. સામેથી ટ્રેન આવતી જોઈને મહિલાની બે પુત્રીઓ હાથ છોડવીને ભાગી ગઈ હતી. પરંતુ મહિલા તેના ત્રણ બાળકો સાથે ટ્રેક પર ઉભી હતી. જેના કારણે ત્રણેય બાળકો અને મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
સામૂહિક આપઘાતની આ ઘટનાની માહિતી મળતા જ વિસ્તારમાં હંગામો મચી ગયો હતો. આત્મહત્યાના કારણો હજી જાણવા મળ્યા નથી. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં આ મામલો ઘરના કલેશ સાથે જોડાયેલો હોવાનું જણાવાયું છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે બધા મૃતદેહને રેલ્વે ટ્રેક પરથી મેળવી ને નજીક ના મરડાઘર ઘર માં મોકલી આપ્યા છે. મૃતક મહિલા ના પતિ ઘટના સ્થળથી થોડે દૂર ફાટક પર ગેટમેન ની નોકરી કરે છે.
માહિતી મુજબ બાળકો સાથે સામુહિક આત્મહત્યા કરનાર મહિલા વિનિતા બાવડી ખેડા ગામની રહેવાસી હતી. વિનિતાને 4 પુત્રી હતી. 4 પુત્રીઓ પછી તેમને એક પુત્ર થયો. આજે કરેલી સામૂહિક આત્મહત્યાના પરિણામે વિનિતાની સાથે તેની પુત્રી રાધિકા, અવની અને પુત્ર પણ મૃત્યુ પામ્યા હતા.
આ સમગ્ર ઘટનામાં મહિલાની બે મોટી પુત્રી પણ સ્થળ ઉપર હાજર હતી. પરંતુ ટ્રેન આવતાંની સાથે જ બંને પુત્રીઓ માતાનો હાથ મુક્ત કરી ભાગી ગઈ. આથી તે બંનેનો બચાવ થયો. મૃતકનો પતિ હેમરાજ મીના સ્થળથી થોડે દૂર આગ્રા ગેટ પર ગેટમેન તરીકે કામ કરતો હતો. ઘટનાની માહિતી મળતાં ખેમરાજના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પોલીસ પતિની પૂછપરછ કરી રહી છે: બનાવની માહિતી મળતાં મહુઆ ડીએસપી હવાસિંહ અને મંડાવર પોલીસ સ્ટેશનના અધિકારી નથુલાલ મીના ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેણે ટ્રેકની આજુબાજુ પથરાયેલા બાળકો અને મહિલાઓના મૃતદેહ એકત્રિત કર્યા અને તેમને મંડાવર હોસ્પિટલની મોરચારી માં મોકલી આપ્યો હાલ પોલીસે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સામૂહિક આત્મહત્યાના મામલાની પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ મહિલા વિનીતાના પતિ ખેમરાજની પણ પૂછપરછ કરી રહી છે.