સમાચાર

મહિલાને અને તેની છોકરીને ચાલુ ગાડી એ ફેકી દેનાર બદમાશો આવી ગયા પોલીસ ના હાથ મા

ફોટો માં બેઠેલા ચોરો એ એક એંજિનિયર પાસેથી તેની કાર ની લૂંટ કરી હતી. આ લુટારુઓ કાર માં બેઠેલી પત્ની અને છોકરીને કારમાંથી ફેંકીને ફરાર થઈ ગયા હતા. છેલ્લા ઘણા દિવસોથી પોલીસ આરોપીની શોધ કરી રહી હતી. હાલ માં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તસ્કરો પાસે પોલીસે લૂંટી લીધેલી બ્રેઝા કાર અને એક આઈફોન પણ મળી આવ્યો છે.

ઉત્તરપ્રદેશના ગૌતમ બુધ નગર જિલ્લાની આ વાત છે. અહિયાં  નિશાંત તેની પત્ની અને છોકરીને કારમાં લઈને 14 માર્ચની સાંજે ખરીદી કરવા ગયો હતો. રસ્તામાં તે શાકભાજી લેવા નીચે ઉતર્યો. આ સમયે બે બદમાશો આવ્યા. એકે બદમાશે કારમાં બેઠેલી નિશાંતની પત્નીના માથા પર બંદૂક રાખી. એટલી વારમાં બીજાએ કારને ત્યાંથી ચલાવી મૂકી. આ સમયે તેની પત્નીએ બૂમો પાડી, તો બદમાશોએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે પત્નીએ બૂમો પાડી ત્યારે નિશાંત કાર તરફ દોડ્યો હતો. પરંતુ લગભગ 200 મીટર આગળ ગયા બાદ બદમાશોએ તેની પત્ની અને છોકરીને ચાલતી કારની બહાર ફેંકી દીધી હતી અને કાર લઇને ભાગી ગયા હતા.

આ બે બદમાશોએ એક એંજિનિયર પાસેથી કારની લૂંટી કરી લીધી હતી. આ કેસમાં લગભગ 20 દિવસ પછી, નોઈડા પોલીસે ચાર લૂંટારુઓની ધરપકડ કરી છે. બદમાશો પાસેથી પોલીસે એંજિનિયરની લૂંટી લીધેલી બ્રેઝા કાર અને એક આઈફોન પણ મળી આવ્યો છે.  બે મહિના પહેલા આ બદમાશ આ એંજિનિયરની કાર લૂંટીને ભાગી ગયા હતા અને આ એંજિનિયરની પત્ની અને છોકરીને કારમાંથી ફેંકી દીધા હતા. છેલ્લા ઘણા દિવસોથી પોલીસ આ આરોપીની શોધ કરી રહી હતી.

નોઈડા સેન્ટ્રલના ડીસીપી હરીશ ચંદરે જણાવ્યું હતું કે પોલીસે આ કાર લૂંટના કેસમાં 4 લોકોની ધરપકડ કરી છે. આ આરોપીઓમાં યશ કંસાના, ગૌરવ બૈસ્લા, પ્રવીણ દેવધર અને શાહરૂખ નામના બદમાશો શામેલ છે. આ બદમાશો પાસેથી એક બ્રેઝા કાર અને એક આઇફોન મળી આવ્યો છે. આ બધા આરોપીઓ ગાઝિયાબાદના છે.

જાણો નિશાંતનું કહેવું શું હતું આ ઘટના બાબતે

આ ઘટના અંગે નિશાંતે જણાવ્યું હતું કે, “મારી પત્ની કારમાં પાછળ બેઠેલી હતી. એક બદમાશે મારી પત્નીના માથા પર બંદૂક રાખી હતી, અને બીજા બદમાશે કાર ચલાવીને ભાગી ગયો હતો. મારી 4 મહિનાની છોકરી પણ કારમાં હતી. પત્ની બચાવો-બચાવો કહીને રાડો પડી રહી હતી. તેને કહ્યું હું કારની પાછળ દોડતો હતો. પત્નીનો ઍક પગ બહાર હતો કેમ કે એ કૂદી જવા માંગતી હતી. બદમાશો લગભગ 200 મીટર કાર આગળ ચલાવીને પત્ની અને છોકરીને ફેંકી દીધા અને કાર લઈને ભાગી ગયા હતા.

 

[quads id=1]

Related Articles

Back to top button