સમાચાર

પુરુષ પર સૌથિ વધારે અધિકાર કોનો છે? એક માતા નો કે પત્ની નો ? વિચારી ને જવાબ આપજો.

લગ્ન પછી ઘણા લોકોની જિંદગી અચાનક બદલાઈ જાય છે. ફક્ત છોકરા પર કે છોકરી પર નહીં પરંતુ પરિવારના બધા લોકો પર આની અસર પડે છે. લગ્ન બાદ વહુ બનીને આવેલી છોકરીઓ સાસરામાં કઈ રીતે પોતાની જાતને બધી વસ્તુ સાથે સંતુલન માં રાખે છે તેના વિશે બધા ચર્ચા કરતા હોય છે. પરંતુ એક દીકરો લગ્ન પછી પોતાની મા અને પત્ની વચ્ચે કઈ રીતે સંતુલન બનાવે છે તેના વિશે બહુ ઓછી ચર્ચા કરવામાં આવે છે.

સમજણના અભાવે સાસુ અને વહુ વચ્ચે ઘણી વખત નાની નાની વાતમાં બોલાચાલી થાય છે. ઘણા ઘરોમાં આવા કેસ જોવા મળે છે. અને આ નાની વાત મોટી થતાં વાર નથી લાગતી. આવા કેસમાં છોકરો ફસાઈ જાય છે. તેને સમજણ નથી પડતી કે કોનો સાથ દેવો? માતા ની કે પત્ની?

હમણાં આશિષ મિશ્રા નામના ભારતીય પોલીસ કોન્સ્ટેબલે સોશિયલ મીડિયા પર એક સવાલ પૂછીને આ મુદ્દાને વધુ વેગ આપ્યો છે. તેમણે ટ્વીટર પર સવાલ પૂછ્યો કે એક વ્યક્તિ ઉપર સૌથી મોટો અધિકાર કોનો છે? માતા કે પત્નીનો? વિચારી ને જવાબ આપજો.

આશિષ મિશ્રા ના કરેલા ટ્વિટ પર ઘણા લોકોએ પોતાના જવાબ આપ્યા હતા. ઘણાએ કહ્યું હતું કે પુરુષો માટે આ સવાલના જવાબ દેવો એ ખૂબ જ મોટું ધર્મસંકટ છે. જ્યારે ઘણાએ માતાના અધિકાર ઉપર વધારે ભાર આપ્યો હતો. આ વચ્ચે એક વ્યક્તિ એવો સચોટ જવાબ આપ્યો હતો કે તેણે બધી જ દલીલો નો અંત લાવી દીધો હતો. તેણે લખ્યું હતું કે એક પુરુષ પર તેની પત્ની નો અધિકાર છે અને એક દીકરા પર એક મા નો અધિકાર છે.

આ વાતમાં કોઈ શંકા નથી કે લગભગ દરેક છોકરાઓ પત્ની અને માતા ની વચ્ચે ઘઉં ની જેમ પીસાતા હોય છે. જો તે મમ્મી નો સાથ આપે તો તેને માવડિયો કહેવામાં આવે છે, અને જો પત્નીનો સાથ આપે તો તેને જોરુ નો ગુલામ કહેવામાં આવે છે.
જ્યારે દીકરાની જિંદગીમાં કોઈ બીજી સ્ત્રી નું આગમન થાય છે ત્યારે એક માતા ને થોડો અણગમો ઊભો થાય છે. માતાને એવું લાગે છે કે મારો દીકરો હવે મારું નહીં માને. અને પત્નીને એવું લાગે છે કે હું હંમેશા પરાઈ જ રહીશ, મારા પતિ ફક્ત એની માતા નું કહ્યું જ માનશે.

હકીકતમાં જોઈએ તો મા અને પત્ની વચ્ચે ની સમજણ જ આ સવાલનો જવાબ આપી શકે છે. જો એક સાસુ પોતાની વહુને સગી દીકરીની જેમ રાખે અને વહુ પોતાની સાસુ ને માઁ ની જેમ પૂજે તો આ સવાલ કોઈ દિવસ ઉભો થશે જ નહિ. એવા ઘણા પરિવારો હોય છે કે જ્યાં વહુ ને દીકરી કરતા પણ વિશેષ રાખવામાં આવે છે અને પૂરતું માન સન્માન આપવામાં આવે છે. આ બાબતે તમારી શું રાય છે?

[quads id=1]

Related Articles

Back to top button