50 લાખ રૂપિયા સુધી ના આવાસ ઋણ એટલે કે હોમ લોન પરના વ્યાજ દરો ને ઓછા કરી 6.66 ટકા સુધી કરી દીધા છે. નવી દિલ્લી, આવાસ વિત્ત કંપની એલ.આઈ.સી. હાઉસિંગ ફાઇનાન્સે શુક્રવારે 50 લાખ રૂપિયા સુધી ના આવાસ ઋણ એટલે કે હોમે લોન પર વ્યાજ દરો ને ઘટાડી 6.66 ટકા કરી દીધા છે.
31 ઓગસ્ટ 2021 સુધીમાં આ નવા ભાવ લાગુ થઈ જશે. કંપની એ તેમની જાહેરાત માં કહ્યું છે કે નવી ટકાવારી નો ફાયદો નવા ગ્રાહકો ને જ થશે. હોમ લોન ના ક્ષેત્ર માં કંપની ની આ સૌથી ઓછા વ્યાજદરો ની જાહેરાત છે.તેમના કહેવા અનુસાર આ ટકાવારી લોન લેવા વાળા ની લોન રાશી અનુસાર હશે. આ માટે તેમનો સિબિલ સ્કોર આધાર બનશે.
એલ.આઈ.સી હાઉસિંગ ફાઇનાન્સ ના ડાયરેક્ટર અને મુખ્ય કાર્યપાલ અધિકારી સી.ઇ.ઑ વાઇ. વિશ્વનાથ ગૌડ ની અનુસાર, મહામારી ના પ્રભાવ અનુસાર તેઓ એવી ટકાવારી ની જાહેરાત કરવા માગતા હતા જેથી જૂની ધારણાઓ ને સુધારવા માં મદદ મળે અને વધુમાં વધુ લોકો પોતાનું ઘર ખરીદી શકે. એમને આશા છે કે આ રીતે વ્યાજ દરો માં કરવામાં આવેલ ઘટાડો ગ્રાહકો નો વિશ્વાસ વધારશે. આનાથી આ ક્ષેત્ર માં તેજી ની પણ આશા છે.
ગૌડ ની અનુસાર 6.66 ટકા ના સૌથી ઓછા વ્યાજ દર પર આવાસ વિત્ત કંપની એ વધુ માં વધુ 30 વર્ષ માટે હોમ લોન ની જાહેરાત કરી છે. લોકો કંપની ના હોમવાઈ એપ ની મદદ થી હોમ લોન માટે આવેદન આપી શકે છે. આના વડે ઓનલાઈન મંજૂરી પણ મેળવી શકશે. જાહેરાત અનુસાર ગ્રાહક એલ.આઈ.સી હાઉસિંગ ફાઇનાન્સ ના કાર્યાલય માં આવ્યા વગર જ પોતાની લોન એપ્લીકેશન ની સ્થિતિ એટલે કે સ્ટેટસ જાણી શકે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…