સમાચાર

કેરળ માં પાછો ઉભો થયો લવ જિહાદ નો ખતરો, IS માં જોડાયેલ ચાર મહિલાઓ વિરુધ્ધ લીધા આવા પગલાં

તિરૂઅનંતપુરમ, આઈએએનએસ. કેરળ માં ફરી વાર ‘લવ જિહાદ’ નો મુદ્દો ઉઠી ને સામે આવ્યો છે. જો કે, કેન્દ્ર સરકારે એ ચાર આઈએસ આતંકીઓની પત્નિઓ ને ભારત માં પાછી લાવવા પર ના કરી છે જે અફઘાનિસ્તાન ના ઈસ્લામિક શાસન માં રહેવા માટે પોતાના પતિ અને બાળકો સાથે ત્યા રહેવા ગઈ હતી.

સોનિયા સબૈસ્ટિયન ઉર્ફ આઈશા, મેરિન જેકબ ઉર્ફ મેરિન, નિમિષા નાયર ઉર્ફ ફાતિમા ઈસા અને રફીલા વર્ષ ૨૦૧૬-૧૮ વચ્ચે ઈસ્લામિક એસ્ટેટ નાં ખુરાસન પ્રાંત માં રહેવા ગઈ હતી. અલગ અલગ હુમલાઓ માં એમના પતિ માર્યા ગયા અને આ મહિલાઓ એ વર્ષ ૨૦૧૯ માં અફઘાનિસ્તાન પ્રશાસન સામે સમર્પણ કરી દિધું હતું.

ભારત માંથી ભાગી ને ઈસ્લામિક સ્ટેટ માં ગયેલી ચાર મહિલાઓને લઈને મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. રિપોર્ટ છે કે મોદી સરકારે આતંકી સંગઠન માં મળેલી ચારે મહિલાઓને ભારત નહી આવવા દેવા નો નિર્ણય લીધો છે. આ ચારેય મહિલાઓ કેરલ ની રહેવાસી હતી અને અફઘાનિસ્તાન ની જેલ માં બંધ છે. રિપોર્ટ અનુસાર આ ચારેય મહિલાઓ કેરલ થી ભાગી ને અફઘાનિસ્તાન નાં ખુરાસન પ્રાંત માં પોતાના પતિ સાથે ગઈ હતી અને પછી એમણે આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ જોઈન કરી લીધું.

વિદેશ મંત્રાલય ના અધિકારીઓ અને ખુફિયા એજન્સીઓ નાં મોટા ઓફિસરો સહિત કેટલીક ભારતીય સુરક્ષા એજન્સીઓ એ તે મહિલાઓ સાથે પૂછપરછ કરી જેમાંથી તારણ નીકળ્યું કે એમના ધર્મ પરિવર્તન પછી એમને ખુબ જ ઘાતકી એવા કટ્ટરપંથી બનાવાયા છે. એમનું કેરલ માં પાછુ આવવું રાજ્ય માટે ખુબ જ ઘાતક હોય શકે છે.

કેરલ ની છે ચારેય મહિલાઓ: ચારે મહિલાઓ કેરલ ની રહેવા વાળી છે, જેમણે પૂરી દુનિયા માં ઈસ્લામ નું શાસન સ્થાપવાનાં મક્સદ થી બનાવાયેવા આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ને ૨૦૧૬-૧૮ માં જોઈન કર્યુ હતું. તે સમયે આઈએસઆઈએસે દુનિયાભર નાં મુસ્લિમો ને  સંગઠન માં જોઈન થવા ની અપીલ કરી હતી. પણ તેમને  અમુક જ મુસ્લિમો નું સમર્થન મળ્યું હતું. ભારત માંથી પણ લગભગ બારેક લોકો  ભાગી ને અફઘાનિસ્તાન અને સીરિયા પહોચ્યાં હતા. આ ચારેય મહિલાઓ નાં પતિ અલગ અલગ ઘટનાઓ માં માર્યા ગયાં છે. અને આ મહિલાઓ પણ ઈસ્લામિક સ્ટેટ ની ફાઈટર હતી. જો કે એમણે ડિસેમ્બર ૨૦૧૯ માં અફઘાનિસ્તાન પ્રશાસન ની સામે સરેંડર કરી દિધું હતું અને પછી એમને જેલ માં મોકલી દેવા માં આવી.

[quads id=1]

Related Articles

Back to top button