મનોરંજન

દિલ્હી માં લોકડાઉન ની જાહેરાત થતા દારૂ ની દૂકાન બહાર બંધાણીઓ ની લાઇન લાગી

દેશની રાજધાનીમાં કોરોના ચેપ ચરમસીમાએ પહોંચ્યા પછી દિલ્હી સરકારે આજે રાત્રે દસ વાગ્યાથી છ દિવસ માટે લોકડાઉન કરવાની ઘોષણા કરી છે. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ સાથે મુલાકાત બાદ લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉન થવાના સમાચાર મળતા જ દારૂના શોખીનોએ રાહત અનુભવી હતી. તરત જ નજીકના ઠેકા તરફ દોડી ગયા હતા. દુકાનોની બહાર અનેક જગ્યાએ લાંબી કતારો જોવા મળી રહી છે. કેટલાક સ્ટોર્સ પર, સામાજિક અંતરના નિયમો ની ધાજીયા ઉડાડવામાં આવી હતી.

દિલ્હીના ખાન માર્કેટ સ્થિત આ દારૂની દુકાનની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેમા આ લોકો દારૂ ખરીદવાના ચક્કર માં સામાજિક અંતર નું ભાન ભૂલી ગયા હતા. દિલ્હી સરકારે 6 દિવસનું લોકડાઉન કર્યું હોવાથી લોકો દારૂનો જથ્થો ખરીદી રહ્યા છે.

આ દરમિયાન શિવપુરી ગીતા કોલોનીની એક દુકાન પર દારૂ ખરીદવા આવેલી એક મહિલા કહે છે કે ઈંજેક્શનથી ફાયદો નહીં થાય, આલ્કોહોલથી ફાયદો થશે, દવાઓથી અસર નહીં થાય, તેની અસર પેગ પરથી થશે.

તમને જણાવી દઇએ કે, આજે રાત્રે દસ વાગ્યાથી શરૂ થનારી લોકડાઉન આવતા સોમવારે પાંચ વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન, બધી આવશ્યક સેવાઓ તેને બાકાત રાખવામાં આવે છે. વધુમાં વધુ 50 લોકો લગ્ન સમારોહમાં ભાગ લઈ શકશે અને આ માટે પાસ આપવામાં આવશે. સીએમ કેજરીવાલે કહ્યું કે છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાના 25 હજારથી વધુ નવા દર્દીઓ દરરોજ દિલ્હીમાં આવી રહ્યા છે. હાલની પરિસ્થિતિને ખૂબ ગંભીર ગણાવતાં તેમણે કહ્યું કે જનતાના સમર્થન વિના કોરોનાની કડી તોડી શકાતી નથી.

[quads id=1]

Related Articles

Back to top button