રાજકારણ

કેન્દ્ર સરકારની જેમ ભાજપ શાસિત રાજ્ય પણ આજે સતત લોન લઈને આખા દેશને ખોખલા કરી રહ્યા છે : ઇસુદાન ગઢવી

આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ એક વીડિયોના માધ્યમથી વડાપ્રધાન ના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં એક જનસભા દરમિયાન, વડા પ્રધાને કહ્યું કે “મફતમાં વસ્તુ ઓ આપવાથી દેશને નુકસાન થઈ શકે છે.” પરંતુ અમે માનીએ છીએ કે વડાપ્રધાન ફરી એકવાર જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હવે આ બઉ સામાન્ય થઈ ગયું છે કે વડાપ્રધાન મોટા મંચ પરથી જનતાની સામે જુઠ્ઠાણાનો વરસાદ કરે છે. વડા પ્રધાને કહ્યું કે કેટલાક લોકો રેવડી મફતમાં વહેંચી રહ્યા છે, પરંતુ અમારું માનવું છે કે વડાપ્રધાન પોતે માત્ર રેવડી જ નહીં પરંતુ આખા દેશને તેમના 2-4 પૂંજીપતિઓ ને વેચવા પર અડી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના હજારો પેટ્રોલ પંપો ને કરોડો રૂપિયા આપીને “ફ્રી વેક્સિન ફ્રી વેક્સીન” ના નામે જાહેરાતો કરી છે. ત્યારે તેમને આ ફ્રી રેવડી લાગતી ન હતી. અમે ક્યારેય મફત રસીનો વિરોધ કર્યો નથી કારણ કે તે લોકોનો અધિકાર છે. આજે દેશના 80 કરોડ લોકો ભૂખ્યા સૂઈ રહ્યા છે, તેથી તેમને મફત રાશન પણ આપવામાં આવી રહ્યું છે, અમે ક્યારેય આનો પણ વિરોધ કર્યો નથી. આપણે જાણીએ છીએ કે આ તમામ લોકોનો અધિકાર છે અને આ તમામ લાભો જનતાના ટેક્સ ના પૈસાથી જ આપવામાં આવી રહ્યા છે.

દિલ્હીમાં કેજરીવાલજી ની સરકારે સાબિત કરી દીધું છે કે જો જનતાને તેમના પોતાના જ ટેક્સના પૈસા થી મફતમાં સુવિધાઓ આપવામાં આવે તો રાજ્ય સરકાર પર કોઈ આર્થિક બોજ નથી પડતો. જ્યારે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજી ની સરકાર આવી તો એક મોટું પરિવર્તન આવ્યું, પહેલા રાજ્ય પર 32800 કરોડનું દેવું હતું, પરંતુ આજે અરવિંદ કેજરીવાલજી ની પ્રામાણિક નીતિઓને કારણે દિલ્હી રાજ્ય દેવા મુક્ત બન્યું છે. આજે દેશમાં એક જ રાજ્ય છે જેના પર કોઈ દેવું નથી.

અરવિંદ કેજરીવાલજી એ દિલ્હીમાં ભ્રષ્ટાચાર પર સંપૂર્ણ કાબૂ મેળવીને આ ઐતિહાસિક કાર્ય કર્યું છે. જેના કારણે જનતાને મળતી સુવિધાઓમાં વધારો થયો છે. આજે દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે, આખા દેશમાં શ્રેષ્ઠ મફત શિક્ષણ પ્રણાલી લાગુ કરવામાં આવી છે, આ સિવાય દિલ્હીમાં લાખોના ઓપરેશન પણ મફત માં થાય છે, વૃદ્ધોને મફતમાં ચાર ધામ યાત્રા કરવામાં આવે છે. અને મહિલાઓ માટે મફતમાં બસ પ્રવાસો યોજવામાં આવે છે. દિલ્હીમાં જનતા માટે આવી ઘણી યોજનાઓ લાગુ કરવામાં આવી છે પરંતુ તેમ છતાં દિલ્હી રાજ્ય આજે દેવા મુક્ત છે. તેની પાછળનું કારણ એ છે કે દિલ્હીમાં ઈમાનદાર સરકાર છે. તે ભાજપ સરકારની જેમ 2-4 પુંજીપતિઓ માટે નહીં પરંતુ જનતા માટે કામ કરે છે.

આજે દેશ પર 139 લાખ કરોડનું દેવું છે, તેની પાછળનું કારણ ભ્રષ્ટ ભાજપ સરકારની આર્થિક નીતિ ઓ છે. ભાજપ સરકાર સતત લોન લઈને દેશને ખોખલો કરી રહી છે અને લોકો પર ટેક્સ વધારી ને લોકોનું જીવવું મુશ્કેલ બનાવી રહી છે. નરેન્દ્ર મોદીજી ની ખોટી આર્થિક નીતિઓ ને કારણે ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આજે 1 ડોલર ની સામે રૂપિયો લગભગ 80 રૂપિયા થઈ ગયો છે. 2014માં જ્યારે મોદી સરકાર સત્તામાં આવી ત્યારે દેશનું દેવું 56 લાખ કરોડ હતું, પરંતુ આજે 139 લાખ કરોડનું દેવું દર્શાવે છે કે મોદી સરકારે સતત લોન લઈને દેશ ને આર્થિક સંકટમાં ધકેલી દીધો છે. આપણે જોયું છે કે શ્રીલંકામાં વધતા દેવાને કારણે આખો દેશ બરબાદ થઈ ગયો છે. આજે ભ્રષ્ટ અને બેશરમ ભાજપ સરકાર ભારત ને દેવા ના દરિયામાં ડૂબાડી રહી છે.

આજે નરેન્દ્ર મોદીજી એ દિલ્હી સરકારની આર્થિક નીતિઓના વખાણ કરવા જોઈએ કારણ કે અરવિંદ કેજરીવાલજી એ દિલ્હીના લોકોના ભલા માટે વિશ્વસ્તરીય સુવિધાઓ લાગુ કરી છે અને દિલ્હીને દેવા મુક્ત બનાવ્યું છે. આજે દિલ્હી સમગ્ર દેશ માટે એક મોડેલ સ્ટેશન બની ગયું છે. કોઈ પણ દેવા વગર દિલ્હી નું બજેટ સતત વધી રહ્યું છે.

શરમજનક વાત છે કે ભાજપ સરકાર દ્વારા શાસિત તમામ રાજ્યો સતત દેવા હેઠળ દબાઈ રહ્યા છે, તેમ છતાં નરેન્દ્ર મોદીજી તેમની સરકારો ને સારી આર્થિક નીતિ બનાવવામાં મદદ નથી કરી રહ્યા, પરંતુ જે રાજ્યો દેવા મુક્ત છે, જનતાને મફત સુવિધાઓ આપવામાં આવે છે, તેમની નરેન્દ્ર મોદીજી ટીકા કરી રહ્યા છે. અમે આશા રાખીએ છીએ કે દેવામાં ડૂબેલા રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ દિલ્હી સરકારના આર્થિક મોડલ પર ધ્યાન આપીને સારી બાબતો શીખે અને તેમના રાજ્યોમાં પણ દિલ્હી જેવી આર્થિક નીતિઓ લાગુ કરે.

આજે વડાપ્રધાનના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટીની પરિવર્તન ની રાજનીતિ ને કારણે સમગ્ર ભાજપમાં ભયનો માહોલ ફેલાયો છે. ગયા રવિવારે એક વરસાદમાં આખા ગુજરાતની સ્થિતિ ખરાબ થી ખરાબ થઈ ગઈ અને આખી દુનિયાએ ગુજરાત સરકારના 27 વર્ષના શાસનનો પર્દાફાશ થતો જોયો. ગુજરાતની જનતાએ હવે વધુ સારા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને પસંદ કરી છે અને આનાથી વડાપ્રધાન નારાજ થયા છે, તે તેમના શબ્દો પરથી સ્પષ્ટ દેખાય છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

[quads id=1]

Related Articles

Back to top button