તેજીથી વજન ઘટાડવા માટે રોજ ફોલો કરો આ ટીપ્સ
મેદસ્વીતા અનેક રોગોને જીવનમાં આમંત્રીત કરી શકે છે
મેદસ્વીતા એટલે કે જાડાપણું એ ખરેખર ક્યારેક જીવનમાં ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે જે વ્યક્તિનું શરીર વધારે હોય તેને અનેક અમૂક પ્રકારની શારીરીક સમસ્યાઓ આવવાની શક્યતાઓ રહેતી હોય છે. અને એટલે જ મેદસ્વીતા ઘટાડવા માટે કેટલાક ઉપાયો કરવા જરૂરી છે. તો આવો આજે એવા કેટલાક ઉપાયો વિશે જાણીએ કે જેનાથી મેદસ્વીતા ઘટાડી શકાય.
ગરમ પાણી
સવારે સૌથી પહેલા એક ગ્લાસ ગરમ પાણી પિવાથી પાચન તંત્રને તે સાફ કરે છે અને મેટાબોલિઝમને વેગ આપવામાં મદદ મળે છે. આયુર્વેદમાં સવારે સૌથી પહેલા આવું પાણી પીવું તે લાભદાયક માનવામાં આવે છે. દિવસભર ઉર્જા બનાવી રાખવા માટે આયુર્વેદ બે ગ્લાસ સ્વચ્છ, ગરમ પાણી પીવાની સલાહ આપે છે.
પાણી વધારે પીવો
જાણકારો અનુસાર વધારે પાણી પીવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આની પાછળ તર્ક એ છે કે, પાણી વ્યક્તિને ખાવા અને વધારે કેલરી પ્રાપ્ત કરવાથી રોકે છે. નિયમિત સેવનથી પેટ ભરાયેલું લાગે છે. આના પરીણામ સ્વરૂપ આપણે ઓછું ખાઈએ છીએ.
હાઈ પ્રોટીન નાસ્તો
નાસ્તાને દિવસનું સૌથ મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે, એટલા માટે આપને નાસ્તો પ્રોટીન – અને ફાયબર યુક્ત કરવો જોઈએ. પ્રોટીન આપને લાંબા સમય સુધી તૃપ્ત કરવામાં મદદ કરે છે. આ સૌથી વધારે કેલરી બર્ન કરે છે કારણ કે તે આપના શરીરમાં પચવા માટે વધારે ઉર્જા લે છે.
એક સ્નેક પેક કરો
જ્યારે આપણે દિવસભર કામ કરીએ છીએ ત્યારે આપણી ઉર્જા ખર્ચાઈ જાય છે અને આપણને ફરીથી ભૂખ લાગવા લાગે છે. એટલા માટે એક હેલ્ધી નાસ્તો પેક કરો અને પોતાની સાથે લઈ જાવ. અને આપ જ્યારે આને ખાવા ઈચ્છો ત્યારે આપને આ સ્વસ્થ નાસ્તો સ્વસ્થ રહેવામાં મદદ કરશે.
રોજ વ્યાયામ કરો
સવારે સૌથી પહેલા વર્કઆઉટ સાથે દિવસની શરૂઆત કરો. આનાથી આપ આપનું વજન પણ ઘટાડી શકો છો. વિશેષજ્ઞોનું માનવું છે કે, વ્યાયામ અને શારીરિક ગતિવિધિ આપની દિનચર્યાનો ભાગ હોવી જોઈએ. ત્યાં જ સવારે સૌથી પહેલા વર્કઆઉટ કરવું સૌથી વધારે આદત છે.