બોલીવુડ સિનેમાથી ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત સિંગર લતા મંગેશકરનું અવસાન થઈ ગયું છે. તેમની ઉમર ૯૨ વર્ષ હતી. તેમની સારવાર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ચાલી રહી હતી પરંતુ આજ સવારના તેમને અંતિમ શ્વાસ લીધા હતા.
તમને જણાવી દઈએ કે, લતા મંગેશકર કોરોનાની ઝપેટમાં આવતા તેમને થોડા દિવસો પહેલા હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ કહેવામાં આવ્યું હતું કે, તેમની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ ફરી એક વખત તેમની તબિયત બગડતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે તે કોરોના સામે જંગ હારી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, પ્રખ્યાત સિંગર લતા મંગેશકરને 11 જાન્યુઆરીના રોજ સવારના કોરોના સંક્રમિત આવ્યા બાદ તેમને મુંબઈ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. પછી તેમની તબિયતમાં સુધારો થયો તેવો પણ સમાચાર આવે આવ્યા હતા. પરંતુ તેમની તબિયત ફરી બગડતા તેમનુ અવસાન થઈ ગયું હતું.
જ્યારે લતા મંગેશકરના ચાલ્યા જવાથી બોલીવુડમાં મોટી ખોટ રહેશે. કેમ કે તેમને 1942 માં 13 વર્ષની ઉંમરમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી દીધી હતી. તેમને પોતાની કારકિર્દીમાં અનેક ભાષાઓમાં 30,000 થી વધુ ગીતોને ગાયા છે. આ સિવાય ભારત રત્ન, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અને અનેક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સહિત અનેક પુરસ્કારોથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.