મનોરંજન

દિગ્ગજ પ્લેબેક સિંગર ભૂપિન્દર સિંહનું નિધન, 82 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા

મનોરંજન જગતમાંથી સોમવારે રાત્રે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. દિગ્ગજ પ્લેબેક સિંગર ભૂપિન્દર સિંહનું મુંબઈમાં નિધન થઈ ગયું છે. તેમની પત્ની અને ગાયિકા મિતાલી સિંહે મહાન ગાયિકાના નિધનની માહિતી આપી હતી.

ભૂપિન્દર સિંહ તેમના ભારે અવાજ માટે જાણીતા છે. તેમણે બોલિવૂડના ઘણા ગીતોમાં પોતાનો અવાજ આપ્યો હતો. સોમવારે સાંજે ગાયકના નિધન વિશે માહિતી આપતા તેમની પત્ની મિતાલીએ જણાવ્યું હતું કે “તે છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા”.

ગાયકે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે. હાલમાં, ગાયકના અંતિમ સંસ્કારની વ્યવસ્થા સહિત અન્ય માહિતી જાહેર કરવામાં આવી નથી. તેથી વધુ વિગતો માટે રાહ જોવાઈ રહી છે. ભૂપિન્દર સિંહ બોલિવૂડમાં તેમના ઘણા પ્રખ્યાત ગીતો માટે જાણીતા છે. તેમણે “મૌસમ”, “સત્તે પે સત્તા”, “આહિસ્તા આહિસ્તા”, “દુરીયા”, “હકીકત” અને બીજી ઘણી ફિલ્મોના ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.

તેમના કેટલાક પ્રખ્યાત ગીતો વિશે વાત કરીએ તો, “હોકે મજબૂર મુઝે, ઉસે બુલા હોગા”, “દુકી પે દુકી હો યા સત્તે પે સત્તા” જેવા ગીતો આજે પણ લોકોના મોઢે છે. ભૂપિન્દર સિંહ એક પ્રખ્યાત ભારતીય સંગીતકાર અને મુખ્યત્વે ગઝલ ગાયક હતા. તેણે બાળપણમાં તેના પિતા પાસેથી ગિતાર વગાડવાનું શીખ્યા હતા. દિલ્હી આવ્યા પછી, તેમણે ઓલ ઈન્ડિયા રેડિયો માટે ગાયક અને ગિટારિસ્ટ તરીકે કામ કર્યું હતું. સંગીતકાર મદન મોહને તેમને 1964માં પહેલો મોટો બ્રેક આપ્યો હતો.

[quads id=1]

Related Articles

Back to top button