ધાર્મિક

જાણો કોઈ પણ મંદિર કે ધાર્મિક સ્થળ પર નાળિયેળ કેમ વધેરવામાં આવે છે, નહીં જાણતા હોય તમે આ કારણ – જાણો અહીં….

શ્રીફળ એ માંગલ્યનું પ્રતિક છે. બહારથી લાગતું તેનું કદરૂપું શરીર એ અંદરથી મૃદુતાથી ભરેલું છે. નાળિયેરના વૃક્ષ નીચે કોઇ ઉભો હોય અને તેના મસ્તક ઉપર શ્રીફળ પડ્યું હોય અને તેનાથી મૃત્યુ થયું હોય તેવો દાખલો આજપર્યંત મળતો નથી. દેવ-દેવીઓને આ શ્રીફળ વધેરવામાં આવે તેની પાછળ બલિદાનનો ભાવ છે. ૠષિમુનીઓએ જે યજ્ઞમાં કે દેવદેવીઓને પશુનું બલિદાન આપવામાં આવતું તે પશુ હિંસા અટકાવી શ્રીફળ દ્વારા પ્રભુને રીઝવવાનું કાર્ય બતાવ્યું. નારિયેળને પણ માથુ, ચોટલી, નાક બે આંખ હોય છે.

આપણા ૠષિમુનિઓએ પશુ હત્યામાંથી શ્રીફળ દ્વારા એક અદ્‌ભુત પ્રયોગ કરી પશુહત્યાને ટાળી છે. શ્રીફળ લાખો પશુહત્યા બચાવી છે. શ્રીફળ એ બારમાસી ફળ છે એટલે ગમે ત્યારે તેની પ્રાપ્તિ શક્ય છે. શ્રીફળ એ બલિદાનનું શ્રેષ્ઠ પ્રતિક છે. નાનું યા મોટું કોઇપણ પ્રકારનું બલિદાન પ્રભુને ગમે છે. શ્રીફળ તો માનવ જગતને સંદેશ છે કેપ્રભુ તમને ગમે અને તમો પ્રભુને ગમો’ તેવું કરવા શ્રીફળના ગુણો અપનાવો. નમ્યો તે પ્રભુને ગમ્યો. દરિયા કિનારે વસ્તુ આ શ્રીફળ દરિયાનું ખારૂં પાણી પીને જગતને મીઠું પાણી આપે છે કેવું બલિદાન?પુજાની વિધિમાં શ્રીફળ પવિત્ર મનાય છે.

માનવ પ્રભુને આપી આપી શું આપવાનો છે. તે આ શ્રીફળ દ્વારા પ્રભુને રીઝવવાનો પ્રયત્ન કરે છે. શ્રીફળ એ અર્પણની ભાવના છે.પ્રભુના ચરણમાં આ શ્રીફળ સમર્પિત કરી તે પોતાના હૃદયની ભાવનાના સૂર પ્રકટાવે છે. આમાં પણ બીજા અર્થમાં શરણાગતિનો ભાવ છે. શ્રીફળ પવિત્ર ફળ ગણાય છે.આમ, શ્રીફળ પ્રભુને ધરવામાં આવે છે. શ્રીફળ શુકનવંતુ ગણાય છે એટલે અંતિમયાત્રામાં નનામી એ ચાર શ્રીફળ બાંધવામાં આવ્યાં હોય છે.શ્રીફળનું શાસ્ત્રમાં ખુબ જ મહત્વ છે. શ્રીફળ પવિત્ર મનાય છે. શ્રીફળને આથી જ ધાર્મિક વિધિમાં પ્રથમ સ્થાન માગ્યું છે. શ્રીફળ (નારિયેલ) દરિયાકિનારે થતું એક ફળ છે.

લૌકિક જગતમાં આ ઝાડ ઉંચું છે. ભલે તે માનવોને શીતલ છાંયડો ન આપે પણ તેનું પાણી અનેક રોગોમાં કામમાં આવે છે. આયુર્વેદની દ્રષ્ટિએ પણ આ શ્રીફળનું પાણી ખુબ જ અગત્યનું છે. પાચનતંત્રની કેટલીક વાઢકાપ પઘ્ધતિ પછી શ્રીફળનું પાણી દર્દીને પીવાનું કહેવામાં આવે છે. આમ ધર્મ અને આરોગ્યમાં શ્રીફળ એ અગત્યનું કામ કર્યું છે.શ્રીફળનો માનવોને ઉદ્દેશ છે કે હું ભલે સાગરના ખારા પાણી પીને મોટું થયું છે. પણ સમુદ્રના ખારાં પાણી પીને મેં જગતને મીઠું પાણી આપ્યું છે. હે માનવો! તમારા જીવનમાં ખારાશ (દ્વેષ ઇર્ષ્યા) ન આવવા દો, એક કવિએ કેવું સુંદર ગીત ગાયું છે કે ઝેર જગતનાં જીરવી જીરવી જગતને તમો અમૃત પાણી પાજો.

શ્રીફળે આ કવિના મહિમાને સાર્થક કર્યો છે. આખા દરિયાની ખારાશ, મોજાઓની પછડાટો ખાઇ ખાઇને જગતને કેવું મીઠું પાણી ભેટ આપ્યું છે જે જગતને ગમે તે જગદીશને પણ ગમે એટલે જ શ્રીફળ નારિયેલ પ્રભુને ચરણે ધરાય છે જેના હૃદયમાં હળાહળ મીઠાશ ભરી છે તે પ્રભુના પ્યારા છે. શ્રીફળનું આથી જ જગતમાં ખુબ જ મહત્વ છે. શ્રીફળ અંદરથી મુલાયમ છે તેનો વર્ણ કેવો સ્વચ્છ છે. તેનો જીવનમંત્ર છે જીવનને ડાઘ પડે તેવું કંઇ કરશો નહિ. સ્વચ્છ જીવન જીવો ભલે દીર્ઘ જીવન જીવાય નહિ પણ દિવ્ય જીવન જીવો.મારા હૃદયમાં પેટમાં જે મુલાયમ મલાઇ છે તેનો લોકો કેવો ઉપયોગ કરે છે? તમો જીવનને મુલાયમ બનાવો! લોકો મુલાયમ અને સ્વચ્છ જીવનને પ્રણામ કરે છે.

ભલે બાહ્ય દેખાવ ખરબચડો હોય ગમે નહીં તેવો ખરબચડો હોય જીવન દિવ્ય બનાવો! દેખાવ કરતાં ગુણ અગત્યનાં છે.ગુણવાન વ્યક્તિ બધે જ પુજાય છે. ગુણવાન વ્યક્તિ, સંસ્કારી વ્યક્તિનો પ્રભુ આદર કરે છે. પ્રભુ તેને મોક્ષ આપે છે. દિવ્ય જીવનનો અનેરો મહિમા છે. શ્રીફળ એ અતિમૃદુ ફળ છે.

શ્રી એટલે લક્ષ્મી અને ફળ એટલે ફળ. જેનાથી લક્ષ્મીજી ફળ આપે છે. તે જ શ્રીફળ. શ્રીફળ લક્ષ્મીજીને પણ ગમે છે. શ્રીફળ એ માંગલ્યનું પ્રતિક છે. શુભ છે. શુકનવંતુ ગણાય છે. એટલે માણસના જીવનની અંતિમ યાત્રાની નનામીમાં શ્રીફળ બંધાય છે. જીવનના બધા જ કાર્યોમાં કામ આવતું શ્રીફળ બંધાય છે. જીવનના બધા જ કાર્યોમાં કામ આવતું શ્રીફળ માનવને મૃત્યુના વખતે કેવો સાથ આપે છે. નનામીમાં રૂપિયા કે ચાંદીની લગડીઓ બંધાતી નથી પણ ચાર શ્રીફળ બાંધવામાં આવે છે કેવું શ્રીફળ ભાગ્યશાળી ફળ છે.

શ્રીફળનું બલિદાન કેવું છે? અન્યને માટે તે પોતાનો ભોગ આપે છે. પોતે બીજાની બાધા માટે વપરાય છે. દેવીઓને તો રોજ લાખોની સંખ્યામાં શ્રીફળ વધેરાય છે. શ્રીફળનું બલિદાન કેવું શ્રેષ્ઠ છે. અન્યના સુખો માટે પોતાનું બલિદાન! બીજાના સુખ કે અરમાનો માટે વધેરાઇ જવુ પોતાના જીવનનું બલિદાન આપવું. આ ગુણધર્મની લીધે જ તે પ્રભુના ચરણમાં બેઠું છે. જેનું બલિદાન ઉંચા પ્રકારનું છે તેથી તે જગતમાં પૂજાય છે. જગતમાં જેણે જેણે બલિદાનો આપ્યા છે તેનાં બાવલાં કે પાળિયા રખાય છે. આ પાળિયા પુજાય છે. બાવલાંને લોકો પુણ્યતિથિએ હાર પહેરાવે છે પછી શ્રીફળ તો વધેરાઇ જઇ પોતાનો આત્મા અર્પણ કરે છે. ભગવાન તેને કેમ ન સ્વીકારે?

અગાઉ કાલીકા માતાના મંદિરોમાં નાના નાના બાળકો કે મુંગા પ્રાણીઓનો ખુબ જ વધ થતો હતો. આ બધાને શ્રીફળ વધેરવાની પ્રક્રિયાથી મુક્તિ મળી. આમ શ્રીફળે હત્યા બીજાની અટકાવી છે. પોતે જ હત્યા સ્વીકારી. શ્રીફળ ન હોત તો દેશમાં આજે લાખો મુંગા પશુઓની હત્યા થાત. કેટલાય બાળકોની હત્યા થાત.નારિયેળ (શ્રીફળ)માં એક ચોટી રાખવામાં આવે છે. છાંડીયા ઉતારીયે પછી ત્રણ છીદ્રો આવે છે તે બે આંખો સ્વરૂપે ગણાય છે. એક છીદ્ર નીચેના ભાગમાં છે તે નાક સ્વરૂપે ગણાય છે. ૠષિમુનીઓએ આ નારિયેળને માનવ દેહ જેવું ગણાવી અથાગ પ્રયત્નો કર્યા. પશુઓનો ઉઘ્ધાર કર્યો.

પૂજા હોય કે નવા મકાન, નવી કાર કે નવા ધંધાની શરૂઆત કરતા પહેલા કે કોઈ પણ કાર્યની શરૂઆત નાળિયેર વધેરીને કરવામા આવે છે. ભારતીય સંસ્કૃતિમા નાળિયેરને શુભ અને મંગલકારી માનવામા આવે છે. આથી તેનો ઉપયોગ પૂજા અને મંગલ કાર્યોમા થાય છે. નાળીયેર હિન્દુ પરંપરામા સારા નસીબ અને સમૃદ્ધિનુ નિશાન છે. નાળિયેર ભગવાન ગણેશને અર્પણ કરવામા આવે છે અને ત્યારબાદ પ્રસાદ તરીકે વિતરણ કરવામા આવે છે. નાળીયેર આ ધરતીના સૌથી પવિત્ર ફળ તરીકે ગણાય છે. તેથી લોકો ભગવાનને આ ફળ અર્પણ કરે છે.

ચાલો આપણે જાણીએ કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા નાળિયેર કેમ વધેરવામા આવે છે. ઋષિ વિશ્વામિત્રને નાળિયેરના સર્જક માનવામા આવે છે. તેની ઉપરની સખત સપાટી એક વાત દર્શાવે છે કે કોઈ પણ કામમા સફળતા હાસલ કરવા માટે ખુબ મહેનત કરવી પડે છે.

નાળિયેર ઉપર સખત સપાટી અને અંદર નરમ સપાટી હોય છે અને ત્યારબાદ તેની અંદર પાણી હોય છે જે ખૂબ પવિત્ર હોય છે. આ પાણીમા કોઈ પણ પ્રકારની ભેળસેળ થતી નથી. નાળિયેર ભગવાન ગણેશનુ પ્રિય ફળ છે. તેથી નવુ મકાન અથવા નવી કાર લેતી વખતે તેને વધારવામા આવે છે. જ્યારે તેના પવિત્ર જળને ચારે બાજુ છાટવામા આવે ત્યારે આજુ બાજુમા રહેલ નકારાત્મક શક્તિઓ અદૃશ્ય થઈ જાય છે.નાળિયેર વધેરવાનો મતલબ તમારા અહંકારને તોડવા બરાબર છે.

નાળિયેર માનવ શરીરનુ પ્રતિનિધિત્વ કરે છે અને જ્યારે તમે તેને વધેરશો તો તેનો અર્થ એ છે કે તમે તમારી જાતને બ્રહ્માંડમા સમાવિષ્ટ કર્યા છે. નાળિયેરમા રહેલ ત્રણ ચિન્હો ભગવાન શિવની આંખો હોવાનુ માનવામાં આવે છે. તેથી એવુ કહેવામા આવે છે કે તે તમારી બધી ઇચ્છાઓને પૂર્ણ કરે છે.

નાળિયેરને સંસ્કૃતમા શ્રીફળ કહેવામા આવે છે અને શ્રી એટલે લક્ષ્મી. પૌરાણિક માન્યતા અનુસાર લક્ષ્મી વિના કોઈ શુભ કાર્ય પૂર્ણ થતુ નથી. તેથી જ શુભ કાર્યોમા નાળિયેરનો ઉપયોગ ચોક્કસપણે થાય છે. નાળિયેરના ઝાડને સંસ્કૃતમા કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે. કલ્પવૃક્ષ બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. પૂજા બાદ નાળિયેર વધેરીને પ્રસાદના રૂપમા બધાને વહેંચવામા આવે છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ

[quads id=1]

Related Articles

Back to top button