YouTubeનું નવું live Ring ફીચર લોન્ચ, મળશે Tiktok જેવો અનુભવ, જાણો સંપૂર્ણ વિગતો
YouTubeનું નવું live Ring ફીચર લોન્ચ, મળશે Tiktok જેવો અનુભવ, જાણો સંપૂર્ણ વિગતો
YouTube Live Ring Feature: વિડીયો સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ YouTube દ્વારા એક નવું લાઈવ રીંગ (Live Ring) ફીચર રજૂ કરવામાં આવ્યું છે. આ એક લાલ રંગની વીંટી હશે, જે તે સમયે કોઈ YouTube ચેનલની આસપાસ ચારે બાજુ દેખાશે, જ્યારે કોઈ ચેનલ પર લાઈવ સ્ટ્રીમિંગ થઇ રહી છે. જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન YouTube પર લાઇવ સ્ટીમિંગની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ રીતે, લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન લાઇવ ચેનલને સરળતાથી ઓળખી શકાય છે. આ માટે યૂટ્યૂબ દ્વારા રેડ કલર લાઈવ રિંગ ફીચર રજૂ કરવામાં આવ્યું છે, જે એકદમ ટિકટોક જેવું હશે, જે ચેઈલની પ્રોફાઈલની આસપાસ એક રિંગ બનાવી દેશે. આમાંના કેટલાક ફીચર ટ્વિટર સ્પેસમાં પણ આપવામાં આવ્યા છે.
લાઈવ સ્ટ્રીમિંગ વિડીયો શોધવામાં રહેશે સરળતા
YouTube ના ચીફ પ્રોડક્ટ ઓફિસર નીલ મોહને ટ્વીટ કરીને માહિતી આપી કે YouTube નો પ્રયાસ છે કે યુઝર્સ @Youtube ની લાઈવ સ્ટ્રીમિંગ ચેનલને સરળતાથી શોધી શકે. આ માટે YouTube ક્રિએટર્સ લાઇવ સ્ટ્રીમિંગ થવા પર તેના ચેનલની ચારેબાજુ એક લાલ વર્તુળ તૈયાર થઇ જશે, જેના પર ક્લિક કરવાથી યુઝરો સીધા લાઇવ સ્ટ્રીમિંગ સાથે કનેક્ટ થઈ જશે. ઈન્સ્ટાગ્રામમાં પણ આવું જ ફીચર આપવામાં આવ્યું છે. જેમાં લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન પ્રોફાઈલ પિક્ચરની આસપાસ એક ગોળ રીંગ બની જાય છે.
YouTube શોર્ટ વિડિયો, લાઈવ અને VOD પર કંપની કરશે રોકાણ
જણાવી દઈએ કે મોહને જાહેરાત કરી છે કે કંપની વર્ષ 2022માં શોર્ટ વીડિયો, લાઈવ વીડિયો અને વીડિયો ઓન ડિમાન્ડ (VOD)માં વધુને વધુ રોકાણ કરશે. આ સાથે કંપની મોનેટાઈઝેશન ઓપ્શન પર પણ કામ કરશે. તેમણે કહ્યું કે લાઈવ એક અલગ વિભાગ છે, જેમાં આ વર્ષે ઘણી વૃદ્ધિ નોંધાઈ છે. જાન્યુઆરી 2020 અને ડિસેમ્બર 2021માં ડેઈલી લાઈવવોચ ટાઈમમાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો છે.