જાણવા જેવુંધાર્મિક

જાણો તમે જાણો છો લગ્નનાં સાત ફેરામાં આપવામાં આવેલ સાત વચન નો શું હોય છે મતલબ? જાણવા માટે અહી ક્લિક કરો

લગ્ન નાં ૭ વચન અને ૭ ફેરા નો અર્થ શું છે?
લગ્ન માં પતિ પત્નિ સાત ફેરા ની સાથે સાત વચન લે છે. દરેક ફેરા નું એક વચન હોય છે, જેને પતિ પત્નિ જીવનભર સાથે નિભાવવાં નું વચન આપે છે.છોકરી લગ્ન પછી છોકરાનાં વામ ભાગ (જમણી બાજુ) બેસતા પહેલા તેની પાસે થી ૭ વચન લે છે.

હિન્દુ લગ્ન પરંપરા એવું માને છે કે પતિ અને પત્નિ વચ્ચે જન્મોજનમ નો સંબંધ હોય છે જેને કોઈ પણ પરિસ્થિતિમાં તોડી શકાતો નથી. બ્રાહ્મણ ની હાજરી માં મંત્ર ઉચ્ચારણ ની સાથે અગ્નિ ફરતે સાત ફેરા લઈને અને ધ્રુવ તારા ને સાક્ષી માની ને બે વ્યક્તિ એકબીજાનાં તન-મન અને આત્માની સાથે એક પવિત્ર બંધન માં બંધાઈ જાય છે.

અહીયા કન્યા વર પાસે પહેલું વચન માંગી રહી છે કે જો તમે ક્યારે પણ તીર્થયાત્રા કરવા જાવ તો મને પણ તમારી સાથે લઈ ને જજો. જો તમે કોઈ વ્રત- ઉપવાસ અથવા અન્ય ધાર્મિક કામ કરો તો આજ ની જેમ જ મને પોતાના વામ ભાગ( જમણી બાજુ) માં બેસાડજો. જો તમે આનો સ્વીકાર કરો છો તો હું તમારા વામ ભાગ માં આવવાનું સ્વીકારૂ છું.

બીજા વચન માં હું કન્યા, વર પાસે માંગુ છુ કે જે રીતે તમે તમારા માતા-પિતા નું સમ્માન કરો છો, તેવી જ રીતે મારા માતા-પિતા નું પણ સમ્માન કરો તથા પરિવારની મર્યાદા અનુસાર ધર્મ- અનુષ્ઠાન કરવાની સાથે ઈશ્વર ભક્ત બન્યા રહો. જો તમે આ સ્વીકારો છો તો હું તમારા વામ ભાગ માં આવવાનું સ્વીકારૂ છું.

ત્રીજા વચન માં કન્યા કહે છે કે તમે મને આ વચન આપો કે તમે જીવન ની ત્રણ અવસ્થાઓ (યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા) માં મારું પાલન કરતા રહેશો. જો તમે આ સ્વીકારો છો તો હું તમારા વામ ભાગ માં આવવાનું સ્વીકારું છું

ચોથા વચન માં વધૂ કહે છે કે હવે જો કે તમે લગ્ન નાં બંધન માં બંધાવા જઈ રહ્યા છો તો ભવિષ્ય માં પરિવાર ની બધી જ જરૂરિયાતો ને પૂરી કરવાની જવાબદારી તમારા ખભા પર છે. જો તમે આ ભાર ને ઉપાડવાનું વચન આપો તો હું તમારા વામ ભાગ માં આવવાનું સ્વીકારું છું.

પાંચમાં વચન માં કન્યા કહે છે કે પોતાના ઘર નાં કામો માં, લગ્ન વગેરે માં, લેવડ- દેવડ અથવા અન્ય કોઈ પણ વસ્તુ માટે ખર્ચો કરતા સમયે જો તમે મારી પણ સલાહ લેતા રહેશો તો હું તમારા વામ ભાગ માં આવવાં તૈયાર છું.

છઠ્ઠા વચન માં કન્યા કહે છે કે જો કોઈ દિવસ હું મારી બહેનપણીઓ કે અન્ય મહિલાઓ સાથે બેઠી હોવ તો તમે કોઈ પણ કારણે મારું અપમાન નહીં કરો. આવી જ રીતે જો તમે જુગાર અથવા બીજી કોઈ પણ પ્રકાર ની ખરાબ આદતો ને પોતાના થી દૂર રાખશો તો જ હું તમારા વામ ભાગ માં આવવાનું સ્વીકારું છું

છેલ્લા અને સાતમાં વચન માં કન્યા આ વરદાન માગે છે કે તમે પારકી સ્ત્રીને માતા સમાન માનશો અને પતિ- પત્નિનાં વચ્ચે નાં પ્રેમ ની વચ્ચે બીજા કોઈ ને પણ ભાગીદાર નહી બનાવો. જો તમે આ વચન મને આપો છો તો જ હું તમારા વામ ભાગ માં આવવાનું સ્વીકારું છું

વિવાહ નો શાબ્દિક અર્થ છે વિ+વાહ= વિવાહ, એટલે કે ઉત્તરદાયિત્વ નું વહન કરવું કે જવાબદારી ઉપાડવી. ભારતમાં સનાતન અને વૈદિક સંસ્કૃતિ ના અનુસાર ૧૬ સંસ્કારો નું ખુબ જ મહત્વ છે. અને વિવાહ સંસ્કાર એમાંનો જ એક છે. પાણિગ્રહણ સંસ્કારને જ સામાન્ય રીતે વિવાહ ના નામથી ઓળખવા માં આવે છે.

આપણે ત્યાં પતિ અને પત્નિ વચ્ચે નાં સંબંધ ને શારીરિક સંબંધ થી વધારે આત્મા નો સંબંધ માનવા માં આવ્યો છે. લગ્ન નાં રીવાજ માં સાત ફેરા નું પણ ચલણ છે જે ફર્યા પછી જ લગ્ન ને સંપૂર્ણ માનવા માં આવે છે. સાત ફેરા માં વર અને વધુ બંન્ને તરફ થી સાત વચન લેવામાં આવે છે. વર-વધૂ અગ્નિ ને સાક્ષી માની ને તેની ચારે બાજું ફરી ને પતિ-પત્નિ નાં રુપ માં એક સાથે સુખી જીવન જીવવા માટે પ્રતિજ્ઞા કરે છે. અને સાત ફેરા ફરે છે, જેને સપ્તપદી પણ કહેવાય છે.

[quads id=1]

Related Articles

Back to top button