શેરી માં રખડતા કૂતરાઓ એ ત્રણ વર્ષના માસૂમ ને રહેસિ નાખતા બાળક નું નીપજ્યું મોત.
શનિવારે બપોરે ભરૂચ શહેરથી 20 કિમી દૂર આવેલા નબીપુર ગામમાં આ ઘટના ઘટતા ચકરારી મચી ગઈ છે . ત્રણ વર્ષના બાળક ને શેરી માં રાખડતા કુતરાઑએ મારી નાખ્યું.
વિગત માં જોઈએ તો બપોરે 1 વાગ્યે આ ઘરની બહાર શેરીમાં છોકરો મોહમ્મદ જાટ સિદ્દી રમી રહ્યો હતો ત્યારે એક ઘટના બની હતી.
જ્યારે બાળક ઘર ની બહાર રમી રહ્યું હતું ત્યારે અચાનક લગભગ ચાર રખડતા કૂતરાઓ એ સિદ્દી પર હુમલો કર્યો અને તેને સતત બટકા ભરતા ભરતા અંદાજે 50 મીટર સુધી ઘસડ્યો. છોકરાને તેના શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી અને હોસ્પિટલમાં લઈ જતાં પહેલા તેનું મોત નીપજ્યું હતું.
પોલીસે જણાવ્યું કે સિદ્દી તેના માતાપિતાનો એકમાત્ર સંતાન હતો. ગામના એક સામાજિક કાર્યકર ઇકબાલ કુડુજીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે તેમણે ગામ લોકો પર રખડતા કૂતરાઓ દ્વારા વધતા જતા બનાવોના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરતાં ગામની સંસ્થાને આવેદનપત્ર આપ્યું હતું.
ગ્રામસભાની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ તમામ વરિષ્ઠ અધિકારીઓની જરીમાં ખાતરી આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.મિત્રો તમારા ઘર ની આસ-પાસ જો આવા જંગલી સ્વાન રખડટા હોય તો સાવચેતી દાખવી ને બાળકો ને આવી જગ્યા એ એકલા રમવા દેવ નહીં.