જાણવા જેવું

જાણો કોણ છે વિલન “ભંવર સિંહ શેખાવત” ઉર્ફ ફહાદ ફાસીલ જે ‘પુષ્પા’ માં અલ્લુ અર્જુન પર પડે છે ભારે…

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ ધૂમ મચાવી રહી છે. તાજેતરમાં હિન્દી બેલ્ટમાં આ ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કર્યો છે. 17 ડિસેમ્બર, 2021ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ એક મહિના પછી પણ પૂરી થઈ નથી. આ ફિલ્મમાં તમામ કલાકારો અને સપોર્ટિંગ કાસ્ટે શાનદાર પર્ફોમન્સ આપ્યું હતું. પરંતુ એક વિલન છે જે કેટલાક દ્રશ્યોમાં હીરો પર પણ ભારે પડી રહ્યો હોય તેવું લાગે છે.

ફિલ્મની છેલ્લી 15 મિનિટની મુખ્ય વિલન આઇપીએસ ઓફિસર ભંવર સિંહ શેખાવતની એન્ટ્રી થઇ હતી. આ પાત્ર અભિનેતા ફહદ ફાસીલે ભજવ્યું હતું. અભિનેતાની એન્ટ્રી બાદ લાગતું હતું કે હવે ફિલ્મ પૂરી થઇ ગઇ છે. પરંતુ અભિનેતાની વિલનીએ દર્શકો પર એવી છાપ છોડી કે દર્શકો હવે માત્ર તેમનો બદલો જાણવા માટે ફિલ્મના બીજા ભાગની રાહ જોઇ રહ્યા છે. કેટલાક દ્રશ્યોમાં ફહાદ અલ્લુ અર્જુન પર પણ ભારે પડ્યો હતો.

આ ફિલ્મમાં ફહાધનો શાનદાર અભિનય જોયા બાદ હિન્દી દર્શકો જાણવા માગતા હતા કે તે કોણ છે. તો અમે તમને જણાવી દઈએ કે ફહદ મલયાલમ અને તમિલ ફિલ્મોનો પ્રખ્યાત અભિનેતા છે. ખાસ વાત એ છે કે ફહાદ અને ઇરફાન ખાન વચ્ચેનું કનેક્શન પણ તમને ચોંકાવી દેશે. જોકે ફહાદે 2002માં ફિલ્મ ‘કૈથમ દુરથ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ આ ફિલ્મ કારગત નીવડી નહોતી અને અભિનેતાની કારકિર્દી પણ ચાલી શકી નહોતી. બાદમાં તેણે અભિનય છોડીને અમેરિકા જઈને વધુ અભ્યાસ કરવાનું મન બનાવી લીધું હતું.

વાસ્તવમાં અમેરિકામાં અભ્યાસ દરમિયાન ફહાદએક વખત હિન્દી ફિલ્મ ‘યુ હોતા તો કયા હોતા’ જોઈ હતી. ફિલ્મમાં સલીમ રાજબલીનું પાત્ર તેના હૃદયને સ્પર્શી ગયું છે. સલીમ રાજબલીની ભૂમિકા ભજવનારા અભિનેતાથી ફહાદ એટલો પ્રભાવિત થયો કે તેણે તેના વિશે જાણવાની કોશિશ કરી. આ પાત્ર પાછળથી ઇરફાન ખાને ભજવ્યું હતું.

તે સમયે ફહાદે ઇરફાનની તમામ ફિલ્મો જોઇ હતી. ઇરફાનની એક્ટિંગ અને તેની હરકતો જોઇને ફહદને લાગ્યું કે એક્ટિંગ તેના માટે એટલી મુશ્કેલ નથી. ઇરફાનને કારણે તેણે ફિલ્મોમાં કમબેક કર્યું હતું. તેમને 2018 માં શ્રેષ્ઠ સહાયક ભૂમિકા માટે રાષ્ટ્રીય એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. ફહાદે અનયમ રસૂલમ, મહેશિંતે પ્રતિક્રમણ, થોન્ડિમુતાલમ દ્રીક્ષક્ષિયમ, કુંભલાંગી નાઇટ્સ અને સુપર ડિલક્સ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તેને પુષ્પા-2 માં જોવાની રાહ જોઈ રહ્યા છીએ.

[quads id=1]

Related Articles

Back to top button