કિર્તીદાન ગઢવી ના ડાયરામાં પૈસા ઉડાડવાનું મશીન જોઈને આર્શ્વયચકિત થયા લોકો, ખુદ ડાયરા કિંગ પણ જોતા જ રહી ગયા…
સામાન્ય રીતે ડાયરામાં પૈસા ઉડાડવા હવે કોઈ સામાન્ય વાત નથી પંરતુ હાલમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં જે રીતે પૈસા ઉડાડવામાં આવ્યા હતા, જેને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે આ ડાયરામાં પૈસા કોઈ વ્યક્તિ દ્વારા નહી પંરતુ મશીન દ્વારા ઉડાડવામાં આવ્યા હતા. જેને જોઈને ખુદ ડાયરા કિંગ કિર્તીદાન ગઢવી પણ ચોંકી ગયા હતા અને તેઓએ હળવી મજાક પણ કરી હતી.
સોશ્યલ મીડિયામાં આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કિર્તીદાન ગઢવી ડાયરા દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ડાયરો દામનગર ના પાડારશિંગાનો છે. અહીં કીર્તિદાન ગઢવી અને સાંઈરામ દવે જેવા કલાકારો હાજર રહ્યા છે.
આ ડાયરામાં કિર્તીદાન ગઢવીએ પોતાની અલગ શૈલીથી વાતાવરણ એકદમ ભક્તિમય બનાવી દીધું છે અને શ્રોતા માંથી અમુક લોકો પૈસા ઉડાડવા માટે આવી રહ્યા છે.
આ દરમિયાન એક છોકરો આવે છે અને કીર્તિદાન ગઢવી પર પૈસા ઉડાડવા લાગે છે પંરતુ આ પૈસા હાથ વડે નહિ પંરતુ એક હોળીની પિચકારી જેવા મશીન દ્વારા ઉડાડવામાં આવી રહ્યા છે. જેને જોઈને લોકો અચંબામાં પડી રહ્યા છે.
આજ ક્રમમાં પૈસા ઉડાડતી વખતે મશીનમાં નોટ ફસાઈ જાય છે અને કિર્તીદાન ગઢવી હળવી મજાક કરે છે. આ તકે ડાયરા કિંગ મજાક કરતા કહે છે કે કેવી ટેકનોલોજી વધતી જાય છે, જુવો તો ખરા… પહેલી વખત આ ગામમાં પૈસા ઉડાડવાનું મશીન જોયું… પંરતુ ક્યારે પરિસ્થિતિ ખોટકાઈ જાય છે કારણ કે મશીન માણસે બનાવ્યું છે અને માણસના હાથ ભગવાને બનાવ્યા છે.
કિર્તીદાન ગઢવી આગળ કહે છે ભીખુદાન ગઢવી કહેતા હતા કે વ્યક્તિ અને કુદરતે બનાવેલી વસ્તુઓમાં ફરક છે કારણ કે માણસ દ્વારા બનાવેલી વસ્તુ જેવી કે મોટર સાયકલ બગડે તો તેને તરત જ ગેરેજમાં લઈ જઈ શકાય છે પંરતુ જ્યારે કુદરત દ્વારા બનાવેલ ઘોડો માંદો પડે છે તો તે ત્રણ દિવસ સુધી તો ઘરે પહોંચાડવાનું કામ કરી શકે છે.
આ ડાયરા માટે પાડરશીંગા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ ડાયરા નું સોજીત્રા પરિવાર દ્વારા આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.