ગુજરાતી સિનેમા

કિંજલ દવેએ પિતા લલિતભાઇ ને ગિફ્ટમાં આપી આલિશાન કાર, હવે પડશે જોરદાર એન્ટ્રી…

ગુજરાતમાં હવે ધીમે ધીમે કલાકારો લોકોના દિલમાં સ્થાન બનાવવામાં સફળ થઈ રહ્યા છે. તેઓ તેમના આકર્ષક અભિનય અને પોતાના સુરીલા અવાજથી લોકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. આવા જ એક કલાકાર કિંજલ બેન દવે છે. જેઓ ઘણા સમયથી સંગીત ક્ષેત્રે સારું એવું નામ બનાવી રહ્યા છે. તેઓની ઉંમરની દ્વષ્ટિએ નાના હોવા છતાં પોતાના સુરીલા કંઠે મોટા મોટા દિગ્ગજ સિતારાઓએ ટક્કર આપી રહ્યા છે.

થોડાક સમય પહેલા કિંજલ દવેએ એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં કિંજલ સાથે તેના પિતા લલિતભાઇ દવે દેખાઈ રહ્યા છે અને કિંજલ તેમને કારની ચાવી આપી રહી છે. જોકે આ ફોટો ઘણા લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે કિંજલ દવેએ હાલમાં જ સેલ્ટોસ કાર ખરીદી છે. જેની કિંમત આશરે 15થી 17 લાખ સુધી કહેવામાં આવે છે. આ પહેલા કિંજલ દવે ઇનોવા કાર ઉપયોગ કરતી હતી પંરતુ હવે તેને નવી કાર ખરીદી છે. જોકે આ ફોટો બહાર આવ્યા બાદ લોકો કિંજલ ની લાઈફ સાથે જોડાયેલા માહિતી જાણવા માંગે છે.

ચાર બંગડી ગીતની સિંગર કિંજલ ફરી એકવાર ગાડીને લઈને ચર્ચામાં આવી છે અને તેની પાછળનું કારણ તેની ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી ગાડીની તસવીર છે. જે લોકોને વધુને વધુ ઉત્સાહિત બનાવી રહી છે. આ તસવીરમાં કિંજલ દવે કિયા કંપનીની કાર સાથે જોવા મળી રહી છે.

બીજી તસવીરમાં કિંજલ દવેને તેના પિતા કારની ચાવી આપી રહ્યા છે. આમ તેના પરથી કહી શકાય છે કે પિતાએ કિંજલને આ કાર ગિફ્ટ આપી છે. કિંજલ દવે પાસે પહેલા ઇનોવા કાર હતી અને હવે તેના કાફલામાં સેલ્ટોસ કાર પણ શામેલ થઇ ગઇ છે.

[quads id=1]

Related Articles

Back to top button