ક્રાઇમ

પત્નીની હત્યા કરીને બાજુમાં બેસીને બનાવ્યો વિડીયો અને બોલી રહ્યો છે ખરાબ શબ્દો, અને બાદમાં તેને પણ કરી લીધી આત્મહત્યા…

પત્નીની હત્યા કરીને બાજુમાં બેસીને બનાવ્યો વિડીયો અને બોલી રહ્યો છે ખરાબ શબ્દો, અને બાદમાં તેને પણ કરી લીધી આત્મહત્યા...

રાજ્યમાં દિવસે ને દિવસે હત્યા ના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે આજે પણ વધુ એક કેસ સામે આવ્યો છે. આ બનાવ સુરત જિલ્લાના ઓલપાડના કિમ ગામમાંથી આવ્યો છે. જેમાં એક મહિલાની હત્યા કરી દેવામાં આવી છે. જો કે આ હત્યા તેના પતિએ જ કરી હોવાનું સામે આવ્યું છે. જે 22 વર્ષીય પરિણીતાની પતિએ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દીધી હતી. અને બાદમાં તેને પણ એક ટ્રેન સામે આવીને તેનું જીવન ટૂંકાવી દીધું હતું. જેની લાશ કિમ-કઠોદરા વચ્ચે રેલવે ટ્રેક પરથી મળી આવી હતી.

જો કે આ કેસમાં ખાસ વાતએ છે કે તેના પતિએ હત્યા કરીને બાદમાં તેનો વિડીયો પણ બનાવ્યો હતો. જે તેના પતિએ હત્યા કરીને હરીશચંદ્રએ પત્નીની લાશની બાજુમાં બેસી વીડિયો બનાવ્યો હતો. જે હાલમાં સોશ્યિલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ સાથે જ વીડિયોમાં પત્ની અંગે ખરાબ શબ્દો બોલી, કુછ પૂછો મત, ઈસલિયે આજે મેને ઈસકા ખૂન કર દીયા હે. અને આ વિડીયો તેના સસરાને પણ મોકલ્યો હતો પરંતુ તે ફોરવર્ડ થયો ન હતો.

આ દંપતીના લગ્ન 6 મહિના પહેલા જ થયા હતા. જો કે આ બને પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા રહેતા હતા.ત્યારે ઝઘડો વધારે થતા પતિએ તેની હત્યા કરી દીધી હતી અને બાદમાં તે સાઇકલ લઈને કિમ કઠોદરા વચ્ચે રેલવે ટ્રેક પર પહોંચી ગયો હતો અને ત્યાં તેને પણ ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી.

[quads id=1]

Related Articles

Back to top button