ખેડૂતોની સામે જ ખેતરમાં લાગી ગઈ આગ, બળીને રાખ થઈ ગયા 70 વીઘાના ઊભા ઘઉં….
આપણે બધા જાણીએ છીએ કે જ્યારે કુદરતનો કરિશ્મા દેખાવા લાગે છે ત્યારે તેની સામે દરેક વસ્તુ નિસ્તેજ થઇ જાય છે. આ સિવાય ખરાબ દિવસની શરૂઆત થાય એટલે સારું કામ કરવા છતાં સફળતા મળતી નથી. આવી જ એક ઘટના અમદાવાદ નજીક વિસ્તારમાં જોવા મળી છે, જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
આ ઘટના સાણંદ થી 25 કિલોમીટર જોલાપુર વિસ્તારની છે. અહીં 70 વીઘા જેટલી જમીન બળીને રાખ થઈ ગઈ હતી અને વધારામાં અહી ઘઉંની ખેતી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આજ ખેડૂતો APMC માં ટેકાના ભાવની વિરૂદ્ધ વિરોધ કરી રહ્યા હતા. આ ગામમાં 35-40 વીઘા જમીનમાં વાવેલા ઘઉંની ખેતી બળીને રાખ થઈ ગઈ હતી.
અહીં ખેતી કરતા લોકો કહે છે કે અમોને APMC દ્વારા ટેકાનો ભાવ પણ આપવામાં આવતો નથી અને વધારામાં કુદરત પણ આવા દિવસો બતાવે છે. જેના લીધે ખેડૂતોની કમર તૂટી ગઈ છે અને તેમને આત્મહત્યા કરવા સિવાય કોઈ વિકલ્પ પાસે રહેતો નથી. આજ કારણે ટેકાનો ભાવ ન મળતાં APMC વિરૂદ્ધ નારા લગાવવામાં આવી રહ્યા છે.
અહી વિરોધ પ્રદર્શન કરતા લોકો જણાવે છે કે સરકાર દ્વારા 395 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કર્યો છે તો પણ અમને તેટલો ભાવ મળી શકતો નથી. આવામાં ખેડૂતોએ કયા જવું જોઈએ.
ખેડૂતોની તનતોડ મહેનત હોવા છતાં તેમને ટેકાના ભાવ મળે તે ખૂબ જ જરૂરી છે પંરતુ તેમને તે પણ ના મળતા વિરોધ પ્રદર્શન કરે તે એકદમ જરૂરી છે. તમારો આ બાબતે શું અભિપ્રાય છે, તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો.