મનોરંજન

ખતરો કે ખેલાડીમાં ટીવીની આ પ્રખ્યાત અભિનેત્રીની થશે એન્ટ્રી

રોહિત શેટ્ટી ‘ખતરો કે ખિલાડી’ ની નવી સીઝન સાથે નાના પડદા પર વાપસી કરી ચુકી છે. પહેલા અઠવાડિયામાં જ સ્ટાર્સે એક કરતા વધારે પરફોર્મન્સ આપી ચુક્યા છે. હવે શોમાં નવી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી વિશે માહિતી સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી કાજલ પિસલ ‘ખતરો કે ખિલાડી 12’ માં એન્ટ્રી કરી શકે છે.

રિપોર્ટ્સ મુજબ, કાજલ પિસલ ‘સિર્ફ તુમ’ શો છોડી શકે છે. વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે ભાગ લેવા માટે કાજલનો શોના મેકર્સ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો, જેને કાજલે સ્વીકારી લીધો છે અને તે શો છોડી દેશે. ત્યાર બાદ તે કેપટાઉનમાં જોખમોનો સામનો કરતી જોવા મળશે. જો કાજલ ખતરોં કે ખિલાડીનો હિસ્સો બનશે તો તે આ શોની પ્રથમ વાઈલ્ડ કાર્ડ હશે.

તમને જણાવી દઈએ કે, ‘સિર્ફ તુમ’ શોમાં કાજલ પિસલ એક નેગેટિવ પાત્ર ભજવી રહી છે. શોમાં કાજલનું પાત્ર ખૂબ મહત્વનું છે. આ દિવસોમાં શોમાં બતાવવામાં આવી રહ્યું છે કે કાજલના પાત્રે મુખ્ય લીડ વિવિયન ડીસેનાના પિતા સાથે લગ્ન કર્યા છે. તે પછી શોના મુખ્ય કલાકારો રણવીર (વિવિયન ડીસેના) અને સુહાની (ઈશા સિંહ) ના જીવનમાં તહલકો મચાવે છે.

કાજલ પિસલની ‘એક હજારો મેં મેરી બેહના હૈ’, ‘કંઈક આવું’, ‘સેવી ઈન્ડિયા’, ‘અદાલત’, ‘બડે અચ્છે લગતે હૈ’, ‘એક મુઠ્ઠી આકાશ’, ‘સીઆઈડી’, ‘નાગિન 5’ સહિત ઘણા ટીવી શોનો એક ભાગ રહી છે. જ્યારે ‘ખતરો કે ખિલાડી 12’ માં પ્રતિક સહજપાલ, એરિકા પેકાર્ડ, મોહિત મલિક, નિશાંત ભટ્ટ, ફૈઝલ શેખ, શિવાંગી જોશી, અનેરી વજાની, જન્નત ઝુબેર, સૃતિ ઝા, તુષાર કાલિયા, રૂબિના દિલાઈક, રાજીવ અદાતિયા, કનિકા માન અને ચેતના પાંડે છે.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago