માત્ર થોડા સમયમાં ખરતા વાળ, ખોડો દૂર કરી વાળ ને લાંબા અને સિલ્કી કરવાનો બેસ્ટ દેશી ઈલાજ, ફરી ક્યારે પણ નહીં થાય આ પ્રોબ્લેમ
સ્ત્રીઓની સુંદરતામાં વધારો કરતાં વાળ હોય છે આત્મવિશ્વાસ પણ વધે છે. દરેક મહિલાની ચાહત હોય છે કે તેના વાળ લાંબા અને સિલ્કી હોય, એનાથી આજકાલ તણાવ અને પ્રદુષણ વધવાના કારણે વાળ ખરવાની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. આ ઉપરાંત ઘણીવાર વાળ પર એવા પ્રયોગો કરીએ છીએ કે વાળ ખરાબ થઇ જાય છે અને તૂટીને ખરવા લાગે છે.
વાળની લંબાઈ વધારવા માટે પ્રોટીન સૌથી વધુ ઇંડામાં છે તેમ પ્રોટીન પૂરતી માત્રામાં હોય છે.એક ઈંડુ લો અને તેમાં બે ચમચી ઓલિવ ઓઇલ મિક્સ કરો અને હળવા હાથથી વાળમાં મસાજ કરો અને અડધા કલાક પછી માથુ ધોઈ લો.બે ઇંડા લો અને તેમાં બે ચમચી દહીં મિક્સ કરી વાળમાં લગાવીને અડધો કલાક સુધી રહેવા દો, એ સુકાઈ જાય એટલે વાળને શેમ્પૂ કરી લો. આનાથી વાળ મજબૂત બનશે.
એલોવેરા અને ઇંડા મિક્સ કરીને વાળ પર લગાવો. સૂકાય ગયા પછી, શેમ્પૂથી માથું ધોઈ લો. વાળમાં કંડિશનર કરવાનું ભૂલશો નહીં, એલોવેરા લગાવતા પહેલા તમે વાળને સ્ટીમ પણ આપી શકો છો, આનાથી પણ વાળને ફાયદો થશે.
ડુંગળીનો રસ વાળ માટે રામબાણનું કામ કરે છે. ડુંગળીમાં એન્ટીઓકિસડન્ટ અને સલ્ફર હોય છે જે વાળના વિકાસમાં મોટા પ્રમાણમાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે, તમે બે ડુંગળીનો રસ કાઢીને માથામાં લગાવો. આ રસને ઓછામાં ઓછા 30 મિનિટ લગાવી રાખ્યા બાદ તમારા વાળ નવશેકું પાણી અને શેમ્પૂથી ધોઈ લો.
લાંબા અને જાડા વાળ માટે ઓલિવ ઓઇલ તેલ વાળ માટે સારું છે. દર ૩-૪ દિવસે ઓલિવ ઓઇલથી વાળની માલિશ કરો. માલિશ કરતા પહેલા તેલને હળવું ગરમ કરો અને વાળના મૂળિયા પર હળવા હાથ વડે લગાવો અને તે પછી ગરમ પાણીમાં ટુવાલને થોડોક ભીનો કરીને અને તેને તમારા માથા પર 15 મિનિટ સુધી બાંધી દો અને 30 મિનિટ પછી વાળ તાજા પાણીથી ધોઈ લો.
મહેંદી સાથે દહીં મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળ નરમ થાય છે. મહેંદી લગાવ્યા પછી એક-દોઢ કલાક પછી વાળ ધોવા અને તેલથી માલિશ કરવી. વાળની માલિશના થોડા કલાકો પછી, વાળને ફરીથી તાજા પાણીથી ધોઈ લો. આ ઉપાયની મદદથી વાળ જાડા અને લાંબા થાય છે અને રેશમી બનશે.
વાળને ખરતા અટકાવવા માટે બટાટાનો રસ ખૂબ જ અસરકારક છે. બે અથવા ત્રણ બટાકાનો રસ કાઢો અને માથુ ધોયા પછી આ રસને તમારા વાળ પર 15 મિનિટ માટે લગાવો. બટાકામાં હાજર વિટામિન બી વાળ લાંબા કરે છે. નારંગીનો રસ અને સફરજનનો પલ્પ વાળમાં લગાવવાથી વાળ લાંબા અને કાળા થાય છે. તમે આ પ્રકારનું મિશ્રણ અઠવાડિયામાં બે વાર વાળમાં લગાવી શકો છો. આ મિશ્રણને વાળમાં લગાવ્યા પછી સૂકાયા પછી ધોઈ લો.
જ્યારે પણ બહાર જાવ તો વાળ બાંધીને બહાર જાઓ,વાળનું યોગ્ય રીતે ધ્યાન ન રાખવું, વાળને કલર કરવા, વાળ પર ક્રીમ લગાવવું અને વાળને જરૂરી પોષ ન મળવું જેવા પરિબળો વાળ ખરવાનું કારણ બનતા હોય છે. આથી બજારની વસ્તુઓ ઉપયોગ કરતાં પહેલા ધ્યાન રાખો કે કોઈ આડ અસર ન થાય તેનું ધ્યાન રાખો.