ઘર અને મંદિરમાં ભગવાનની મૂર્તિઓ રાખવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. એવી માન્યતા છે કે ભગવાનની મૂર્તિની પૂજા કરવાથી અને દર્શન કરવાથી હકારાત્મકતા વધે છે. ઘરનું વાતાવરણ સારું બને છે. ભગવાનની મૂર્તિઓને લઈને ધ્યાનમાં રાખવાની એક બાબત એ પણ છે કે ઘરમાં તૂટેલી મૂર્તિઓ ક્યારેય ન રાખવી જોઈએ.
ખંડિત મૂર્તિઓ સાથે જોડાયેલી માન્યતા પ્રમાણે જો ઘરમાં ખંડિત મૂર્તિ હોય તો કોઈ કામનું કર્મ ફળ કે પુણ્ય મળતું નથી. જો આવી મૂર્તિઓ પૂજામાં હોય તો તેનું પૂરું ફળ મળતું નથી. મનને શાંતિ પણ મળતી નથી.
તૂટેલી મૂર્તિની પૂજા કરતી વેળાએ આપણી નજર મૂર્તિના તૂટેલા ભાગ ઉપર જાય તો આપણું મન ભટકી જાય છે અને પૂજામાં એકાગ્રતા જળવાતી નથી. એકાગ્રતાના અભાવે વિચારો શુદ્ધ રહેતા નથી. મન અશાંત રહે છે. તેથી હંમેશા પૂજા કરતા પહેલા એ વાત નું ધ્યાન રાખવું કે ક્યારેય પૂજામાં મુકેલી મૂર્તિ ખંડિત ના હોવી જોઈએ.
વાસ્તુ મુજબ ઘરમાં તૂટેલી વસ્તુઓ કે મૂર્તિઓ રાખવાથી વાસ્તુ દોષ વધે છે. આવા દોષના કારણે ઘરમાં નકારાત્મકતા આવે છે. ભગવાનની મૂર્તિમાં ધ્યાન લગાવવાથી તણાવ દૂર થાય છે. પરંતુ મૂર્તિઓ ખંડિત હોય તો તેમાં અવરોધ આવે છે. જો કોઈ મૂર્તિ ખંડિત હોય તો તેને તરત હટાવી દેવી જોઈએ. ક્યારેય પણ ઘરમાં ખંડિત મૂર્તિ ના રાખવી જોઈએ. જો મૂર્તિ ભગવાનની છબી પણ ખંડિત થઇ જાય તો તેને વરસાદ ના પાણી માં વહાવી દેવી, અથવા કોઈ નદીમાં વિસર્જન કરી દેવું જોઈએ.
શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર મૂર્તિના સંબંધમાં શિવપુરાણ મુજબ શિવલિંગને ન્યાય કરનાર દેવ માનવમાં આવે છે. શિવલિંગ ખંડિત હોવા છતા પૂજનીય છે. શિવલિંગની પૂજા પણ કરી શકાય છે.
શિવલિંગ સિવાય કોઈ દેવી દેવતાની ખંડિત મૂર્તિ પૂજનીય નથી.અને શિવજીની મૂર્તિ ખંડિત હોય તો પણ તેની પૂજા ન થઈ શકે. તેથી એ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે ખંડિત શિવલિંગ ની પૂજા થઇ શકે છે પરંતુ ખંડિત મૂર્તિ ની નહિ.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…