દેશ

કેરળમાં કોરોના બ્લાસ્ટ, સતત ચોથા દિવસે આટલા બધા નવા કેસ નોંધાતા હાહાકાર સર્જાયો

કેરળમાં વધતા કોરોના વાયરસના કેસોએ દેશની ચિંતા વધારો થઈ રહ્યો છે. કેમકે દરરોજે નોંધાતા નવા કેસોમાં લગભગ 50 ટકા કેસ આ રાજ્યમાંથી જ સામે આવી રહ્યા છે. કેરળમાં કોરોના ખૂબ જ ભયાનક સ્થિતિ પર પહોંચી ગયો છે. કેરળમાં છેલ્લા 4 દિવસમાં સતત કોરોનાના કેસ 20 હજારથી વધુ સામે આવી રહ્યા છે. કેરળમાં શુક્રવારના રોજ સતત ચોથા દિવસે કોરોના સંક્રમણના 20 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે 116 દર્દીઓનું મોત નીપજ્યું છે. રાજ્યમાં સંક્રમણનો દર 13.61 ટકા થયો છે. ત્યાં જ દેશમાં કોરોનાના કેસોની વાત કરવામાં આવે તો છેલ્લા ચાર દિવસથી સતત 40 હજારથી વધુ કેસ નોંધાયા છે.

કેરળમાં કોરોનાનો આતંક: રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા અનુસાર, કેરળમાં સંક્રમણના 20,772 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોનો કુલ આંકડો 33,70,137 પહોંચી ગયો છે. 116 દર્દીઓના મોતની સાથે મૃતકોની સંખ્યાનો આંકડો 16,701 પહોંચી ગયો છે. જ્યારે આ દરમિયાન 14,651 લોકો કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. ત્યાર બાદ સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 31,92,104 પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે, આજ અને કાલે કેરળમાં સંપૂર્ણ પણે લોકડાઉનની જાહેરાત કરાઈ છે.

સરકાર દ્વારા જણાવ્યા અનુસાર, કેરળમાં છેલ્લા 24 કલાકમાં 1,52,639 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે સંક્રમણ દર 13.61 ટકા રહ્યો છે. અત્યાર સુધી 2,70,49,431 ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. જ્યારે સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા 1,60,824 પહોંચી છે. તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારની એક ટીમે ગઈ કાલના રોજ કેરળ પહોંચી ગઈ હતી.

આ દરમિયાન નિષ્ણાંતોનું કહેવું છે કે, કેરળમાં કોરોના ખૂબ ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે રાજ્ય સંક્રમણના નવા કેસો થોડા અઠવાડિયાથી સુધી વધારે રહેશે. દેશમાં સંક્રમણનું સતત વધી રહ્યું છે અને ચેન્નાઈના ગણિતીય વિજ્ઞાન સંસ્થાનના જણાવ્યા મુજબ કેરળમાં સ્થિતિ હાલ ચિંતાજનક રહેવાની છે.

[quads id=1]

Related Articles

Back to top button