રાજકારણ

કોંગ્રેસ કરી રહી છે 2024 લોકસભા ચૂંટણીની તૈયારીઃ પ્રશાંત કિશોર કોંગ્રેસ માં જોડાય તેવા એંધાણ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017 બાદ કોંગ્રેસથી નારાજ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હવે કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે. આ વાતના સંકેત તાજેતરમાં સામે આવેલા કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં મળ્યા છે. પ્રશાંત કિશોરે મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. અટકળ લગાવવામાં આવી રહી હતી કે આ મુલાકાત 2024ની લોકસભા ચૂંટણીને લઇને થઇ શકે છે.

એક રિપોર્ટ અનુસાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થઇ શકે છે, તેમણે એક દિવસ પહેલા જ ત્રણેય ગાંધી- રાહુલ, પ્રિયંકા અને સોનિયા સાથે સંસદના આવાસ પર મુલાકાત કરી હતી. મેમાં પૂર્ણ થયેલી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સત્તા પર રહેલી તૃણમૂલ કોંગ્રેસ સાથે કામ કરનારા કિશોરે રણનીતિકાર તરીકે પોતાના કામ પર વિરામ લગાવવાની વાત કરી હતી.

પ્રશાંત કિશોરે કહ્યુ હતું, હું જે કરી રહ્યો છું તેને ચાલુ રાખી નથી શકતો. મે પુરતુ કામ કરી લીધુ છે. હવે મારી માટે થોડી વાર ઉભા રહેવા અને જીવનમાં કઇક અલગ કરવાનો સમય આવી ગયો છે. હું આ જગ્યા છોડવા માંગુ છું. રાજનેતા બનવાના સવાલ પર તેમણે ખુદને નિષ્ફળ નેતા ગણાવ્યા હતા. રણનીતિકાર તરીકે કિશોરની કરિયર ઘણી સારી રહી છે. પશ્ચિમ બંગાળ ચૂંટણી દરમિયાન પણ તેમણે દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં 100 બેઠક પણ જીતી નહી શકે, તેમણે તમિલનાડુમાં મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સાથે પણ કામ કર્યુ હતું.

2017 ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં કોંગ્રેસના નિષ્ફળ થવાના પાંચ વર્ષ પછી રાહુલ ગાંધી અને પ્રશાંત કિશોરની મુલાકાત થઇ હતી. આ બેઠકને ઘણી મહત્વની માનવામાં આવી રહી હતી. સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધનમાં યુપી વિધાનસભા ચૂંટણી લડી રહેલી કોંગ્રેસનો યુપીના યુવકોનો નારો ફેલ થઇ ગયો હતો અને પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો હતો.

ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પ્રશાંત કિશોરે કહ્યુ હતું કે આ તો થવાનું જ હતું, તેમણે કોંગ્રેસના કામ કરવાની રીત પર સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ પાર્ટીને જિદ્દી અને અહંકારી ગણાવી હતી. પ્રશાંત કિશોરે એમ પણ કહી દીધુ હતું કે ભવિષ્યમાં કોંગ્રેસ સાથે કામ કરવાનો કોઇ સવાલ જ ઉભો નથી થતો પરંતુ તે પ્રિયંકા ગાંધીના સંપર્કમાં રહેશે.

[quads id=1]

Related Articles

Back to top button