બદલાતી જીવનશૈલી અને ખાવાની ખરાબ આદતોના કારણે મોટાભાગના લોકોને ઘણી બીમારીઓ થઇ જાય છે. તેમાં ઉચ્ચ કોલેસ્ટ્રોલનો પણ સમાવેશ થાય છે. શું તમે જાણો છો કે જ્યારે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, ત્યારે હાર્ટ એટેકની શક્યતા ઘણી વધી જાય છે. આવી સ્થિતિમાં, તેનાથી બચવા માટે તમારે તમારા આહારમાં તરત જ ફેરફાર કરવો પડશે, નહીં તો પછીથી સમસ્યાઓ થઈ શકે છે. તો ચાલો જાણીએ આવી કઈ ચાર વસ્તુઓ છે, જેને તરત જ ટાળવી જોઈએ, જેથી જીવનભર કોલેસ્ટ્રોલ વધારે નહીં રહે.
1. વધુ પડતું મીઠું-ખાંડ ખાવાનું ટાળો
કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે તમારે વધુ પડતી ખાંડ અને મીઠાનું સેવન ન કરવું જોઈએ. ખરેખરમાં, જ્યારે તમે આ બેમાંથી વધુ વસ્તુઓનું સેવન કરો છો, તો તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાની સંભાવના રહે છે. તેથી આ બંને વસ્તુઓને સંતુલિત રાખીને ખાવાનો પ્રયાસ કરો.
2. સંતૃપ્ત ખોરાકથી રહો દૂર
જો તમે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માંગતા હોવ તો તમારે તરત જ સંતૃપ્ત ખોરાકથી દૂર રહેવું પડશે, નહીં તો ભવિષ્યમાં તમારી સમસ્યા વધી શકે છે. ખરેખર, સંતૃપ્ત ખોરાકથી ખરાબ કોલેસ્ટ્રોલ વધવાનું શરૂ થાય છે. આવી સ્થિતિમાં તમારે તેનાથી દૂર રહેવું પડશે.
3. તમાકુનો ઉપયોગ કરશો નહીં
શું તમે જાણો છો કે તમાકુ તમારા સ્વાસ્થ્ય માટે સારી નથી? તેને ખાવાથી કેન્સરનો ખતરો તો વધે જ છે, પરંતુ શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાની પણ સંભાવના રહે છે. તેથી તેનાથી દૂર રહેવાનો પ્રયાસ કરો.
4. દારૂ ન પીવો
આલ્કોહોલ કોઈ પણ દ્રષ્ટિકોણથી સ્વાસ્થ્ય માટે સારું નથી. જો તમે પણ તેનું સેવન કરો છો તો આજે જ તેની આદતને દૂર કરો, નહીંતર તમારી સમસ્યા વધી શકે છે. ખરેખર માં આના કારણે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ પણ વધવા લાગે છે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…