સ્વાસ્થ્ય

કોઈપણ પ્રકારના ખર્ચ વગર માત્ર ૧ દિવસમાં કાનના દરેક પ્રકારના દુખાવા, બહેરાશનો ૧૦૦% અસરકારક આયુર્વેદિક ઉપચાર, જાણી લ્યો અહી ક્લિક કરી

કાન એક માણસના શરીરનું મહત્વનું અંગ છે,જ્યાંથી તે સાંભળી શકે છે. સાંભળેલી વાતોને પછી તે રજૂ કરી શકે છે. નાના હોય કે મોટા પણ કાનના દુખાવો થાય તો રહેવાતું નથી. એવામાં કાનના ડોક્ટર પાસે જવામાં પણ ઘણાં લોકોને ડર લાગતો હોય છે.કાનના અનેક રોગો જેવા કે કાનમાં સખત દુખાવો થવો, સાંભળવામાં તકલીફ થાય કે પછી કાનમાંથી રસી આવે તો કાનનો ચેપ, કાનમાંથી પરૂં નિકળવું, કાનમાં સણકા મારવા, કાનમાં મેલ ભરાવો, કાનમાં જંતુ જવું, કાનમાં કર્ણનાદ થવો વગેરે જેવી કાનની તમામ સમસ્યાઓ માટે આજે અમે તમને કેટલાક ખાસ ઘરેલુ ઉપચાર બતાવીશું, જે તમે સરળતાથી ઘરે જ કરી શકશો અને કાનના દુખાવાથી છુટકારો મેળવી શકશો.

કાનમાં દુખાવો થાય તેના ઉપાયો:

આદુનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી ચસકા મટે છે.અને જો મધના ટીપાં કાનમાં નાખવાથી કાનનો દુખાવો અને રસી મટી જાય છે.આંબાના પાનના રસને ગરમ કરી તેના ટીપાં નાખવાથી કાનના સણકા અને દુખાવો મટે છે.વરીયાળી વાટીને પાણીને સારી રીતે ઉકાળો. તે પાણીની વરાળ દુખતા કાન પર લેવાથી કાનની બહેરાશ, કાનનુ શૂળ અને કાનમાં થતો અવાજ મટે છે.

કાનની બહેરાશ દૂર કરવા પાંચ-સાત પેશાબના ટીપાં દરરોજ નાખતા રહેવાથી બહેરાશ દૂર થાય ડુંગળીનો રસ અને મધનાં ટીપાં કાનમાં નાખવાથી કાનના ચસકા મટે છે અને પરૂં નીકળતું હોય તો બંધ થાય છે. જો તમને વાયરસના ચેપને કારણે કાનમાં દુખાવો થાય છે, તો પછી લીમડાના રસને કાનમાં નાખો. કાનમાં લીમડાનો રસ નાખીને દુખાવો દૂર થશે. થોડા લીમડાના પાન પીસી લો અને તેનો રસ કાઢો.

અને ત્યારબાદ આ રસને થોડું ગરમ ​​કરો અને કપાસની મદદથી કાનમાં નાખો. દિવસમાં ત્રણ વખત આ રસને કાનની અંદર ઉમેરવાથી તાત્કાલિક રાહત મળશે. લીમડો તેની કડવાશ માટે જાણીતો છે. બધાને ખબર હશે કે લીમડો કડવો હોવા છતાં પણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

ઓલિવ તેલ થોડું ગરમ ​​કરો અને સુતરાઉની મદદથી આ તેલના 2-3 ટીપાંને તમારા કાનમાં નાખો. આ તેલની મદદથી કાનના દુખાવામાં રાહત મળશે અને કાનમાં એકઠી થતી ગંદકી પણ સાફ થઈ જશે. આ સિવાય જો કેરીના પાનનો રસ પણ ગરમ કરીને કાનમાં નાખવામાં આવે તો પીડા અદૃશ્ય થઈ જાય છે.

સરસવ ના તેલ ની મદદથી પણ કાનનો દુખાવો દૂર થઇ શકે છે. કાનમાં દુખાવો થતો હોય ત્યારે સરસવનું તેલ ગરમ કરી લો. અને તેમાં લસણની એક કળી નાખી દો. ત્યારબાદ આ તેલને ઠંડું પડવા દો. હવે કોટનની મદદથી તેના ટીપાં કાનમાં નાખો. આ પ્રક્રિયા ત્રણ વખત કરો. આમ કરવાથી કાનનો દુખાવો જતો રહેશે.

કાનની કાળજી રાખવા માટે આટલું જરૂર કરો:

ક્યારેય કાનને ખોતરવા નહીં.કાનમાં ફૂંક ન મારવી.ગાલ કે કાન પર થપ્પડ ન મારવી.ક્યારેય કોઈને માથા પર મારવું નહીં.વધારે ઘોંઘાટથી દુર રહેવું.નાના બાળકને સ્નાન કરાવતી વખતે કાનમાં પુમડાં નાખી દેવા, જેથી પાણી અંદર ન જાય.સ્નાન કર્યા પછી ચોખ્ખા ટુવાલથી કાન લુછવા.નાનપણથી રોજ કાનમાં ગરમ તેલનાં ટીપાં નાખવાં. જો કાનના દુખાવામાં રાહત ના જણાય, તો ડૉક્ટરનો સંપર્ક કરો.અને અમારા દ્વારા અપાયેલ માહિતીને વધુ લોકો સાથે શેર કરો.હેલ્થને લગતી માહિતી માટે અમારી પોસ્ટને જોતાં રહો.

[quads id=1]

Related Articles

Back to top button