સ્વાસ્થ્ય

કામ કરીને થાકી જાવ છો? તો તમારા શરીર મા હોય શકે છે આ એસિડ નું વધારે પ્રમાણ, જાણીલો આનાથી કઈ રીતે બચવું

તમારો અયોગ્ય ખોરાક અને ખરાબ લાઈફસ્ટાઈલ તમારા શરીરમાં યૂરિક એસિડને વધારી દે છે. જો તેને ઈગ્નોર કરવામાં આવે તો તે ભવિષ્યમાં તમારી માટે કેટલીય સમસ્યાઓ ઊભી કરી શકે છે. શું રોજ તમારા સાંધા દુ:ખે છે? કે પછી તમે ગઠિયા વા નો શિકાર છો? જો તમને પણ આવી સમસ્યા છે તો સાવધાન થઈ જાઓ કેમ કે આ તમારા શરીરમાં યુરિક એસિડની વધુ માત્રા હોવાના સંકેત હોઈ શકે છે.

આપણું શરીર એ બાબતો વિશે પહેલે થી જ સંકેત દેવા લાગે છે, જેને તમે ઘણા બધા ટેસ્ટ કરાવ્યા પછી કન્ફર્મ કરી શકો છો. તો ચાલો જાણીએ શું છે યુરિક એસિડ અને આ શું કામ વધી જાય છે?

શું છે યુરિક એસિડ? જ્યારે કિડની ના ફિલ્ટર એટલે કે ગાળવાની ક્ષમતા ઓછી થવા લાગે છે ત્યારે યુરિક એસિડ બનવા લાગે છે. જે હાડકાઓની વચ્ચે જઈ એકઠોં થવા લાગે છે. શરીરમાં યૂરિક એસિડ સેલ્સ અને કેટલાંક ખાધ્ય પદાર્થો માંથી બને છે. મોટા ભાગનો યૂરિક એસિડ પેશાબમાં ભળી શરીરમાંથી બહાર જતો રહે છે, પણ જો યૂરિક એસિડ શરીરમાં વધું જ બની રહ્યો હોય અથવા કિડની ફિલ્ટર ન કરી શકતી હોય તો લોહીમાં યૂરિક એસિડની માત્રા વધવા લાગે છે. પછી એ હાડકાઓની વચ્ચે એકઠો થવા લાગે છે. જેના લીધે ગઠિયા વા ની સમસ્યા ઊભી થઈ શકે છે.

શરીરમાં યૂરિક એસિડની વધતી માત્રાને ઓળખવી અઘરું હોઈ શકે છે. ઘણા લોકો આ વાતથી અજાણ રહે છે કે એમના શરીરમાં આવેલી કેટલીક તકલીફોનું કારણ યુરિક એસિડ છે.

તો આવો જાણીએ તેના લક્ષણ: સાંધામાં દુ:ખાવો થવો, ઊઠવા – બેસવામાં તકલીફ, આંગળીઓમાં સોજો, સાંધાઓમાં ગાંઠ થવાની ફરીયાદ, આ સિવાય પગ અને હાથની આંગળીઓમાં ખુતવું, જલ્દીથી થાક અનુભવવો વગેરે જએવા લક્ષણો દેખાય છે. કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનાં લીધે પણ યૂરિક એસિડ વધારે બનવા લાગે છે- જેમકે:કિડની ડિસીઝ, મધુમેહ, કેન્સર, મેદસ્વિતા. સાથે જ કેટલાક ખાધ્ય પદાર્થોના લીધે પણ આવું થાય છે જેમા પ્યુરિન મળી આવે છે.

શરીરમાં યૂરિક એસિડ વધવા માટેના કેટલાક મુખ્ય કારણો જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ જેમકે લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું, અસ્વસ્થ જીવનશૈલી અને અસંતુલિત આહાર, જરૂર કરતા વધારે કસરત કે વજન અને વધારે સ્ટ્રેસ લેવો વગેરે.

પોતાના આહાર અને દિનચર્યામાં કેટલાંક નાના ફેરફાર કરીને તમે શરીરમાં યુરિક એસિડને નિયંત્રિત કરી શકો છો.

1. ખાંડ વાળો ખોરાક ન લેવો: યૂરિક એસિડ મોટાભાગે પ્રોટિન- રિચ ફૂડમાં જ હોય છે- જેમ કે પનીર,છોલે,રાજમા,માંસ-માછલી વગેરે. પણ અમેરિકન ડાયાબીટીઝ એસોસિએશનના પ્રમાણે ખાંડ પણ શરીરમાં યૂરિક એસિડ વધારવાનું મુખ્ય કારણ હોઈ શકે છે. એટલા માટે પોતાના આહારમાંથી ખાંડ ઓછી કરવી એ જ સારું

2. ઠંડા પીણા પણ ઓછા પીવા: સોડા, ફ્રેશ ફ્રૂટ જ્યુસમાં પણ ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ હોય છે. ફ્રૂક્ટોઝ અન્ય શુગરની તુલનામાં શરીરમાં ઝડપથી એબ્ઝોર્બ થાય છે. આ જેટલી ઝડપથી લોહીમાં ભળે છે એટલી જ ઝડપે બ્લડ શુગર લેવલ અને યૂરિક એસિડ પણ વધારે છે

3. પોતાને હાઈડ્રેટેડ રાખો: વધારે માત્રામાં પાણી પીવાથી કિડની માંથી યૂરિક એસિડ ઝડપથી બહાર નીકળે છે અને શરીરમાં રહેતું નથી. એટલે જ ઘણું બધું પાણી પીવો અને પોતાની સાથે એક પાણીની બોટલ હંમેશા રાખો.

4. પોતાની ડાયટમાં ફાઈબર ઉમેરો: ડાયટમાં ફાયબરની માત્રા વધારે હોવાના લીધે યૂરિક એસિડની સમસ્યાથી છુટકારો મળી શકે છે. ફાયબર શરીરમાં બ્લડ શુગર લેવલને પણ કંટ્રોલ કરે છે અને ઓવર ઈટીંગથી પણ બચાવે છે. ડ્રાય ફ્રૂટ, ફ્રોઝન શાકભાજી, ઓટ્સ, નટ્સ વગેરેમાં ૫ થી ૧૦ ગ્રામ સોલ્યુબલ ફાયબર હોય છે, એટલા માટે આનું સેવન કરવું જોઈએ.

5. દારૂ ન પીવો: દારૂ પીવાથી શરીરમાં પાણીની અછત ઊભી થઈ શકે છે અને આથી યૂરિક એસિડનું લેવલ પણ વધવા લાગે છે. પાણીની અછતથી કિડની વેસ્ટને શરીરની બહાર કાઢી શકતી નથી. આની સિવાય બિયરમાં પણ હાઈ પ્યૂરિન હોય છે જે યૂરિક એસિડને ટ્રીગર કરે છે.

[quads id=1]

Related Articles

Back to top button