Categories: સમાચાર

કળયુગી દીકરાએ ચામડાના પટ્ટાથી માતાની કરી કરુણ હત્યા, કારણ જાણી ઉડી જશે તમારા હોંશ

મહારાષ્ટ્રના વસઈમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં કળયુગી દીકરાના કારણે એક માતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેના કારણે હાહાકાર સર્જાય ગયો છે.

18 વર્ષના યુવક દ્વારા સામાન્ય બાબતમાં માથાકૂટ થયા બાદ પોતાની જ માતાનું કથિત રૂપથી પટ્ટાથી ગળું દબાવીને તેની હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. આ કેસમાં પોલીસ દ્વારા આરોપી યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પાલઘરના વસઈમાં મંગળવારના રોજ સાંજના સમયે એક ફ્લેટમાં આ ઘટના ઘટી હતી. જેમાં યુવક દ્વારા આવેશમાં આવીને પોતાની માતાની હત્યા કરવામાં આવી હતી. જેમાં બન્ને વચ્ચે રૂપિયા અને દારુના નશાની બાબતે ઝઘડો થયો હોવાની ચર્ચાઓ સામે આવી છે. તેમ છતાં આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મહિલા તેના બે બાળકો સાથે ફ્લેટમાં વસવાટ કરતી હતી, જેમાં તેમને એક છોકરી છે અને બીજો આરોપી છોકરો રહેલ છે. મહિલાના પતિનું ગયા વર્ષે જ મૃત્યુ થયું હતું. માતાનો અવારનવાર દીકરા સાથે રૂપિયાની બાબતે ઝઘડો પણ થતો હતો.

દીકરા અને માતા વચ્ચે મંગળવારના રોજ ફરી એકવખત કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. જયારે આ દરમિયાન યુવક દ્વારા આવેશમાં આવીને તેની માતાની જ હત્યા કરી નાખવામાં આવી હતી. આરોપી દ્વારા કબૂલવામાં આવ્યું છે કે, તેણે માતા સાથે ઝઘડો થતા તેની બહેનને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી અને ઘરનો દરવાજો અંદરથી બંધ કરી નાખ્યો હતો.

ત્યાર બાદ બન્ને વચ્ચે મોટો ઝઘડો થતા આરોપી યુવક દ્વારા ચામડાના પટ્ટાથી માતાને ટૂંપો દઈને હત્યા કરી નાખવામાં હતી. પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ કોઈ ચોક્કસ કારણ સામે આવશે.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago