ફૂડ & રેસિપી

ઘરે જ બનાવો તહેવાર પ્રસંગોમાં ખાવાની મજા આવતી સ્વાદિષ્ટ ડ્રાય કચોરી, ઘરે બનાવેલ કચોરીનો સ્વાદ એવો આવશે કે ઘરના દરેક વ્યક્તિ ખાતા રહી જશે, 10-15 દિવસ સુધી નાસ્તા ઉપયોગ પણ કરી શકાશે.

ગુજરાતીઓ માટે તહેવાર એટલે વિવિધ ફરસાણ અને મીઠાઈ સાથે મોજ માણવું. ગુજરાતી લોકો માટે દરેક તહેવાર માટે અલગ જ ફરસાણ અને બજારમાંથી અવનવી મળતી તો ઘરમાં બનાવેલી કેટલીય જાત જાતની વાનગીઓ જોવા મળતી હોય છે. બજારમાં ઘણી જાત જાતની કચોરી મળે છે અને તે ઘરે બનાવવી પણ સરળ હોય છે એવી જ એક સરસ મજાની વાનગી ડ્રાય કચોરીની બનાવવાની રીત તમને શીખવાડીશું.  જે સ્વાદમાં પણ મજેદાર છે અને ઘરના દરેક વ્યક્તિને પણ ખુબ જ પસંદ આવશે સાથે 10 દિવસ સુધી ઉપયોગ પણ કરી શકાશે ચાલો જાણીએ બનાવવાની રીત.

ડ્રાય કચોરી બનાવવાની સામગ્રી માટે 2 કપ મેંદો,બે ચમચી તેલ, અડધો કપ ફરસાણ, બે ચમચી ખજૂર આમલીની ચટણી, અડધી ચમચી હળદર,એક ચમચી લાલ મરચું પાઉડર,અડધી ચમચી ગરમ મસાલો પાઉડર,અડધી ચમચી આમચૂર પાવડર,૧ ચમચી ધાણા,એક ચમચી વરિયાળી,અડધી ચમચી ખસખસ, અડધો કપ કાજુ, કિસમિસ, બદામના ટુકડા, 2 ચમચી દળેલી ખાંડ,મીઠું સ્વાદ પ્રમાણે તળવા માટે જરૂર મુજબનું તેલ.

ડ્રાય કચોરી બનાવવાની રીત માટે સૌ પ્રથમ ફરસાણને મિક્સરની અંદર એકદમ બારીક ભૂકો કરી દો. ત્યારબાદ એક પેનની અંદર થોડું તેલ ગરમ કરો અને તેલ ગરમ થઇ ગયા બાદ ફરસાણ અને બધા જ ડ્રાયફ્રુટ તથા બીજા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી લો અને 1 મિનીટ સુધી શેકો.

ત્યારબાદ આ મિશ્રણમાં ખાંડ, મીઠું અને ખજૂર-આંબલીની ચટણી ઉમેરી બરાબર મિક્સ કરીને 1 મિનીટ સુધી રહેવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી  અંદાજે ૪ થી ૫ મિનિટ સુધી આ માવાને ઠંડો થવા દો. ત્યાર પછી  એક વાસણમાં મેંદો લઈ મીઠું અને જરૂર પ્રમાણેનું તેલ ઉમેરી એકદમ કડક લોટ બાંધી લીધા બાદ ત્યાર પછી તેને 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.પહેલા બનાવેલા મસાલામાંથી થોડો થોડો મસાલો લઈને ગોળ ગોળ બોલ બનાવી લેવા અને એક પ્લેટમાં બાજુ ઉપર રાખી લેવા.

10 મિનિટ બાદ લોટમાંથી નાના લૂઆ લઈ તેને ગોળાકાર પુરીની જેમ વણી લેવા. આ પૂરીને એકદમ પાતળી ન કરતાં થોડી જાડી બનાવવી, પુરી વણાઈ ગયા બાદ બનાવેલા માવાને બોલની જેમ  પુરીની વચ્ચે મૂકી કચોરી આકારમાં વાળી કચોરી આકારમાં વાળતી વખતે બહાર વધેલા લોટને કાઢી લો.

ત્યાર પછી એક એક કરીને બધી જ કચોરી તૈયાર કરી લેવી.કચોરી તૈયાર થઇ ગયા બાદ ગેસ પર એક પેનની અંદર તેલ નાંખી તેલ ગરમ થયા બાદ ગેસને  ધીમી આંચ ઉપર કરી અને કચોરી ગોલ્ડન બ્રાઉન  થાય ત્યાં સુધી તળી લેવી તૈયાર છે તમારી સ્વાદિષ્ટ ડ્રાય કચોરી અને આ કચોરી 10 દિવસ સુધી સ્ટોર કરી ઉપયોગમાં લઈ શકો છો.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago