ઉનાળા માં જરૂર કરો કાચી કેરીનું સેવન, જેનાથી મળશે શરીર ને અનેક લાભ, જાણો કાચી કેરીની ચટણી બનાવવાની રીત વિશે.
કેરી ને ફાળો નો રાજા ગણવામાં આવે છે. ઉનાળો આવતાની સાથે જ બજારમાં કેરીઓ બધે દેખાવા લાગે છે. કેરી એક એવું ફળ છે જેનો ઉપયોગ કાચી અને પાકી બંનેમાં થાય છે. કાચી કેરીનો ઉપયોગ સામાન્ય રીતે ચટણી અને અથાણાં માટે થાય છે. કાચી કેરીમાં પૂરતા પ્રમાણમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન કે, કેલ્શિયમ, ફોસ્ફરસ અને ફાઇબર મળી આવે છે.
કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી. કાચી કેરીનો ઉપયોગ ફક્ત ખાદ્યપદાર્થો બનાવવા માટે જ થાય છે સાથે તે સ્વસ્થ રહેવા માટે પણ વાપરી શકાય છે. કાચી કેરીનું સેવન કરવાથી લોહીના રોગોથી બચી શકાય છે, સાથે જ લોહી સાફ કરવામાં પણ ઘણી મદદ મળે છે.
એક કાચી કેરીમાં 35 સફરજન, 18 કેળા, 9 લિંબુ અને 3 સંતરા જેટલું વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓને દુર કરી શકાય છે.
કાચી કેરીમાં વિટામીન સીની માત્રા વધુ હોવાથી લોહીના વિકાર સામે લડવામાં મદદ મળે છે. રક્ત વિકારની સમસ્યાને કાચી કેરીના સેવનથી દુર કરી શકાય છે. કાચી કેરીનો ઉપયોગ માત્ર ખાદ્યપદાર્થો બનાવવા માટે જ નહીં પણ તંદુરસ્ત રહેવા માટે પણ કરી શકાય છે. કાચી કેરીનું સેવન કરવાથી બ્લડ ડિસઓર્ડરથી બચી શકાય છે.
કાચી કેરીમાં રહેલા વિટામીન સીથી લોહીની કોષિકાઓમાં સ્થિતિસ્થાપક્તા આવે છે અને નવી કોષિકાઓ બનાવામાં પણ મદદ મળે છે. ડાયાબીટીસથી પીડિત લોકો માટે કાચી કેરીનું સેવન કરવું ફાયદામંદ હોય છે, કારણકે કાચી કેરીના સેવનથી સુગર લેવલને ઓછુ કરવામાં મદદ મળે છે. જેનાથી ડાયાબીટીસથી રાહત મળે છે.
કાચી કેરી શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે સાથે જ આપણને કેટલાય રોગોથી લડવાની ક્ષમતા આપે છે. કાચી કેરી માં વિટામિન સી વધુ હોવાથી લોહીના વિકાર સામે લડવામાં મદદ મળે છે. રક્તવિકારની સમસ્યાને કાચી કેરીના સેવનથી દૂર કરી શકાય છે. કાચી કેરીમાં રહેલાં વિટામિન સી થી લોહીની કોશિકાઓમાં સ્થિતિ સ્થાપકતા આવે છે. અને નવી કોશિકાઓ બનાવવામાં પણ મદદ મળે છે.
લોહીમાં વિષાક્ત પદાર્થ હોવાના કારણે ચહેરા પર ખીલ નીકળે છે અને ઘણા પ્રકારના ચામડી રોગોથી જોડાયેલી સમસ્યા થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે અમુક દિવસો સુધી કાચી કેરીનો રસ પીવાથી રક્ત સાફ થાય છે.જેનાથી ચહેરા પર થતા ખીલ તેમજ ચામડી રોગો થી મુક્તિ મળે છે.
ઉનાળાની ઋતુમાં લુ લાગાવી નાની સમસ્યા થઇ જાય છે. જેનાથી ઘણી વાર ઉલ્ટી, તાવ, જેવી સમસ્યા થઇ જાય છે. આ સમસ્યા થી છુટકારો મેળવવામાં કાચી કેરી ખુબ જ મદદગાર હોય છે. એના માટે કાચી કેરીને આગમાં શેકીને આનું શરબત બનાવીને પીવાથી અને શરીર પર માલીશ કરવાથી લુ ની સમસ્યાથી છુટકારો મળે છે. સાથે જ દરરોજ આ શરબત પીવાથી લુ લાગવાની શક્યતા ઓછી થઇ જાય છે.
કાચી કેરીથી ફક્ત પેઢા જ નહીં દાંત પણ સાફ થાય છે. કાચી કેરીના કારણે દાંત લાંબા સમય સુધી મજબૂત રહે છે. તેમજ મોઢામાંથી આવતી શ્વાસની દુર્ગંધ પણ દુર થાય છે. એસિડિટીની ફરિયાદ રહેતી હોય તેમણે ખાસ બપોરના ભોજનમાં કાચી કેરી લેવી જોઈએ. આજના સમયમાં અનિયમિત ખાન-પાનના કારણે એસિડિટી સામાન્ય થઇ ગઇ છે. પરંતુ કાચી કેરીના સેવનથી એસિડિટીની સમસ્યા થતી નથી.
તો ચાલો હવે આપણે જાણીએ કાચી કેરીની ચટણી બનાવવાની રીત.
સામગ્રી :
સમારેલી કાચી કેરી, ૫-૬ કાશ્મીરી સૂકા લાલ મરચા, ૧ ચમચી ચણા ની દાળ, ૧/૨ ચમચી અડદ ની દાળ, ૧/૪ ચમચી જીરું, ૧/૪ ચમચી આખા ધાણા, ૫-૬ મેથી ના દાણા, ૩ કળી લસણ, ૨ ચમચી તેલ, ૧/૨ ચમચી રાઈ, ૮-૧૦ મીઠા લીમડાના પાન, ૧/૪ ચમચી હળદર.
ચટણી બનાવવાની રીત :
એક કઢાઈ માં ૧/૨ ચમચી તેલ ગરમ કરો અને તેમાં સૂકા લાલ મરચા, ચણા ની દાળ, અડદ ની દાળ, જીરું, સૂકા ધાણા, મેથી ના દાણા ઉમેરો અને ધીમા ગેસ પર ૧-૨ મિનિટ સુધી શેકો શેકાય જશે એટલે તેમાંથી સુગંધ આવશે. હવે એક મિક્ષર જાર માં આ શેકેલો મસાલો, કાચી કેરી ના ટુકડા, લસણ અને મીઠું મીક્ષ કરો અને તેને પીસી લો (પીસતી વખતે પાણી ઉમેરવું નહિ).
હવે એક કઢાઈ માં ૨ ચમચી તેલ ગરમ કરો અને તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટી જાય એટલે તેમાં મીઠો લીમડો, એક સૂકું લાલ મરચું, હળદર અને પીસેલી કેરી ની ચટણી મીક્ષ કરો. આ ચટણી ને ૨-૩ મિનિટ સુધી ધીમા ગેસ પર સાંતળો અને પછી ગેસ બંધ કરી દો.આ ચટણી ઈડલી, ઢોસા, પરાઠા, ભાત જોડે ખાઈ શકાય છે .ચટણી ને તીખી બનાવવા માટે તેમાં વધારે જરૂરિયાત અનુસાર મરચા ઉમેરવા.