સ્વાસ્થ્ય

ફક્ત 5 મિનિટમાં પેટ સાફ કરી જૂનામાં જૂની કબજિયાતને મૂળ માથી દૂર કરવા ઘરે જ બનાવો આ ચૂર્ણ..

કબજિયાત એ આ જમાનાની સાધારણ ફરિયાદ છે. સો માંથી સાઠ જુવાન સ્ત્રી પુરુષોને કબજિયાત ની ફરિયાદ હશે. કબજિયાત એ રોગ નથી, પણ અનેક ગંભીર રોગોને જન્મ આપનાર છે. નીરોગી માણસનો ઝાડો, જેમ પશુઓ(બળદ, ભેંસ, ઘોડા વગેરે)ને ઝાડો સાફ આવે છે તેવો હોવો જોઈએ. ઝાડામાં ગંધ, ચીકાશ ન હોવાં જોઈએ.

સવારમાં ઊઠતાંવેંત પેટ ખાલી થઈ જાય એના જેવું સુખકર બીજું કંઈ જ નથી. તેનાથી આખો દિવસ આનંદમાં જાય છે. સવારે ઝાડો નથી થતો એટલે અપચો, ખાવાની અનિચ્છા વગેરે રહ્યા જ કરે છે, માથું દુખે છે વગેરે ફરિયાદો થાય છે. કબજિયાત અનેક રોગોનું મુખ્ય કારણ છે. આંતરડામાં જે મળ ભરાઈ રહે છે તેનું ઝેર શરીરમાં અને લોહીમાં મળે છે અને અનેક ભયંકર રોગો થાય છે.

રાત્રે સૂતી વખતે તાંબાના સાફ લોટામાં પાણી ભરી રાખો. સવારે પાંચ વાગ્યે વહેલા ઊઠી, મોં સાફ કરીને એ લોટામાંનું પાણી પી જાઓ. પછી સૂવું હોય તો સૂઈ જવું. સવારમાં આ પ્રયોગથી દસ્ત સાફ આવશે. દસ્ત જો સાફ ન આવે તો એક કપ ગરમ પાણીમાં થોડોક ખાવાનો સોડા (આશરે એક નાની ચમચી) નાખીને તે ધીમે ધીમે પી જાઓ. પછી થોડા દંડ કરો આમ કરવાથી લાભ મળે છે.

પેટમાં ગુડગડાટ રહેતો હોય, પેટ ચડતું હોય તો આ દવા લેવી હરડેનું ચૂર્ણ 1 ગ્રામ, સાજીખાર અથવા સોડા (ખાવાનો સોડા) 1 ગ્રામ , હિંગાષ્ટક 1 ગ્રામ, આ ત્રણેની ફાકી ઠંડા પાણી સાથે સવારસાંજ લેવી. આ ફાકીનું નામ શિવાક્ષાર પાચન છે. હિંગાષ્ટકમાં આ આઠ ચીજો આવે છે. સૂંઠ, મરી, લીંડીપીપર, અજમો, સિંધવ, જીરું, શાહજીરું અને હિંગ. આ આઠે વસ્તુઓ સમાન ભાગે લેવી. હિંગને સહેજ શેકી લેવી. વૈદ્યો આને હિંગાષ્ટક નામથી ઓળખે છે. અર્જીણ, ગૅસ, અરુચિ, કબજિયાતમાં આ દવાનું સેવન હિતાવહ છે.

ખોરાકમાં પણ પ્રવાહી ખોરાક લો. દૂધ, છાશ, ઘી, ફળફળાદિ ઠીક ઠીક પ્રમાણમાં લેવાની ટેવ રાખવી. બને તો રાતનું ખાવાનું બંધ કરી એક શેર ગરમ દૂધ પીને જ સૂઈ જાઓ. દૂધ પણ ધીરે ધીરે જ પીવું, એકદમ ગટગટાવી જવું નહીં. હંમેશા કઠોળ ન ખાવાં. ભાત સારી રીતે ચડેલા લોંદા જેવા હોય એજ ખાવા. દાળનું પાણી પીવું. શાક ખાવાં. દરેક શાકને તેલ યા ઘી નો સારો વઘાર મૂકી થોડું પાણી નાખીને બાફવું.

દિવસે કામ કરતી વખતે ટટાર બેસવાની ટેવ રાખો. વળીને બેસવાથી હોજરી અને આંતરડાં ઉપર દબાણ આવે છે એટલે પાચનક્રિયામાં દખલ પહોંચે છે. ચાલતી વખતે પણ છાતી કાઢીને ટટાર ચાલો. ખાટાં લીંબુનો રસ થોડાક ગરમ પાણી સાથે અને અંદર સહેજ મધ નાખીને પીવાથી કબજિયાત માં ફાયદો થાય છે.

ભોજન કરતી વખતે અગાઉથી કદી પાણી ન પીવું મધ્યાન્તરે જળપાન કરવું. ભોજન પછી ઘણાને ખૂબ પાણી પીવાની ટેવ હોય છે, એ ખરાબ છે. ભોજન પછી ૪પ મિનિટ બાદ પાણી પીવું જોઈએ, ભોજન વચ્ચે વારંવાર પાણી ન પીવું. ભોજન ખૂબ આનંદથી કરવું. ખોરાક સારી રીતે ચાવવો.

ભોજન સમયે ગાય નું ગરમ કરેલું દૂધ અડધો શેર અને ઘી પા તોલો મેળવીને નિયમિત પીવાથી કબજિયાત નાબૂત થાય છે. રાત્રે સૂતી વખતે પચીસથી પચાસ ગ્રામ ઘી, બે આનીથી પાવલીભાર સિંધવમીઠું નાખીને પીવું. આથી સ્નેહન થશે અને દસ્ત સહેલાઈથી આવશે.

પશ્ચિમોત્તાનાસન, મત્સ્યાસન, મયૂરાસન, શીર્ષાસન કે એવાં જ બીજ આસનો યા હલકી કસરતો (ઍન્ડોમિનલ સાઇલિંગ જેવી) કરવી. આસનોથી ધીરે ધીરે સુધારો થાય છે. આસનોથી આરોગ્યલાભ પણ થાય છે. ચોખ્ખી હવામાં ફરવાની ટેવ રાખો. સાંજે પાંચ વાગ્યા પછી બહાર જાઓ.

ફૂટબૉલ, હોંકી, કે કુસ્તી આવી રમતો રમવી અને પાંચ વાગ્યાથી તે રાતના આઠ વાગ્યા સુધી બહારની હવામાં રહેવું જોઈએ. જે શાક રાંધ્યા સિવાય ખાઈ શકાય એવાં હોય તે કાચાં જ ખાવાં જોઈએ. ડુંગળી, કોબીજ, ટમેટાં, ગાજર, મૂળા, કાકડી વગેરેનાં કચુંબર ખૂબ ચાવીને ખાવાં ફાયદાકારક છે. તે પ્રથમ ધોવાં ને પછી ખાવા.

Gujarat Coverage

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago