સ્વાસ્થ્ય

જૂના કબજિયાતને જડમૂળ માંથી મટાડવા માટે અનુસરૉ આ ઘરેલુ નુસખા, ચોક્કસ રાહત અનુભવાશે

કબજિયાતની સમસ્યા બેઠાડું જીવન જીવતા લગભગ ઘણા બધા લોકો ને સતાવતી હોય છે,કબજિયા ને લીધે વ્યક્તિ ફ્રેશ નથી રહી શકતો અને સતત કે પ્રકાર ની બેચેની અનુભવે છે.
જો તમને ઘણા સમયથી કબજિયાત રહે છે અને તમને આ રોગનો ઈલાજ નથી કરાવ્યો તો આગળ જતાં એક ભયંકર બીમારીનું રૂપ લઈ શકે છે. આવી પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે લોકો દવાઓથી લઇને બીજીઘણી ચીજોનો સહારો લે છે. અહી આજે અમે તમને કબજિયાત દૂર કરવાના ઘરેલુ ઉપચારો જણાવી રહ્યા છીએ.

સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચવીને તેમાલ એક નાની ચમચી કેસ્ટર ઓઇલ ઉમેરીને પીઓ. આ પાણી પીવાના 15-20 મિનિટ બાદ પેટ સાફ થઇ જશે. તે સિવાય રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં 2-4 ટીંપા કેસ્ટર ઓઇલ ઉમેરીને પીઓ. આથી સવારે પેટ સહેલાઇથી સાફ થઇ જશે.

બીલીનું ફળ કબજિયાત નો રોગ મટાડવા માટે ફાયદાકારક છે. અડધો કપ બીલીના ફળનો ગર્ભ અને એક ચમચી ગોળ નાખીને સાંજે જમતા પહેલા સેવન કરવાથી કબજિયાત દુર થાય છે. ઉનાળા માં બીલીના ફળનું સરબત બનાવીને પીવાથી પણ ફાયદો થાય છે. રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ દુધમાં 1 થી 2 ગ્લાસ ગરમ દુધમાં 1 થી 2 ચમચી એરંડાનું તેલ નાખીને પીવાથી કબજિયાત દુર થાય છે. એરંડીયુ આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે.

અળસી ના બીજ એક ગ્લાસ હુફાળા દૂધ સાથે રાત્રે સેવન કરવાથી સવારે પેટ ખુબ સરળતાથી સાફ થઇ જાય છે. નારિયેળ પાણી પણ પેટ સાફ કરવામાં રામબાણ છે. રોજ નારિયેળ પાણી સવારે ખાલી પેટ પીવાથી પેટ સાફ થાય છે. ત્રિફળા ચૂર્ણ ની બે ચમચી ચૂર્ણ રોજ રાત્રે સુતા પહેલા ગરમ દૂધ કે ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત દુર થઇ જાય છે.

મધનો ઉપયોગ કબજિયાત દુર કરવા માટે ફાયદાકારક છે. મધ શરીરમાંથી કફને પણ સાફ કરી નાખે છે. મધમાં લેક્સટીવ ગુણ મળી આવે છે. જે કબજીયાતની સમસ્યા દુર કરવામાં સહાયક થાય છે. મધ શરીરના કચરાને સાફ કરે છે. સવારમાં ભૂખ્યા પેટે મધ ખાવાથી કબજિયાત થોડા સમયમાં જ દુર થાય છે. રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દુધમાં બે ચમચી મધ નાખીને પીવાથી કબજિયાત માં રાહત અનુભવાય છે.

એક કપ પાણીમાં એક ચમચી મુલેઠીનું ચૂર્ણ અને એક ચમચી ગોળ ભેળવીને પીવાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે. મુલેઠી કબજિયાતમાં આંતરડામાંથી જૂના મળને સાફ કરવાનું કાર્ય કરે છે. પાકા ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ સાફ થઈ થાય છે અને જેનાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે.

સૂકા અંજીરને રાતના સમયે પાણીમાં પલાળીને રાખો અને સવારે ચાવીને ખાઓ. તેને દૂધની સાથે પણ પી શકો છો. 5-6 દિવસ સેવન કરવાથી કબજિયાત દૂર થશે. પાલકનું શાક કે તેના જ્યૂસને ડાયેટમાં સામેલ કરો. જેથી કબજિયાતની સમસ્યાથી રાહત મળશે અને સ્વાસ્થ્ય પણ સારુ રહેશે.

જીરું, મેથી અને અજમાને હળવા ગરમ કરીને પીંસી નાખો. જેમાં કાળું મીઠું નાખીને આ ત્રણેયનું મિશ્રણ ડબામાં રાખી લો. દરરોજ અડધી ચમચી હળવા હુંફાળા પાણી સાથે પીવાથી કબજિયાતમાં ફાયદો થાય છે. અજમો અને સોનમુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે. અજમાના ચૂર્ણમાં સંચોરો નાખી ફાંકવાથી કબજિયાત મટે છે.

પપૈયું કબજીયાતની સમસ્યા દુર કરે છે. જેનું વિટામીન ડી રોગ પ્રતિકારક શક્તિપણ વધારે છે. કાચા પપૈયાને સલાડ, ચટણી કે મુરબ્બો કે હલવો બનાવીને ખાવામાં ઉપયોગમાં લઇ શકાય છે. વડવૃક્ષ નું ફળ ખાવાથી પણ કબજિયાત દુર થાય છે. અહી બતાવેલા ઉપાયો કબજિયાતના દર્દી માટે ખુબજ ફાયદાકારક છે.

[quads id=1]

Related Articles

Back to top button