રમત ગમત

Joe Root એ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ના ઈતિહાસમાં આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટે પોતાની શાનદાર ક્રિકેટ કારકિર્દીમાં વધુ એક રેકોર્ડ જોડી લીધો છે. ઈંગ્લેન્ડના 31 વર્ષીય અનુભવી બેટ્સમેન જો રૂટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઈતિહાસમાં 3 હજારથી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે.

ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં જો રૂટે 176 રનની ઇનિંગ રમીને ન્યૂઝીલેન્ડના પ્રથમ દાવના 553 ના ટોટલનો જડબાતોડ જવાબ આપ્યો હતો. લોર્ડ્સમાં પ્રથમ ટેસ્ટ જીતનાર યજમાન ટીમે તેના પ્રથમ દાવમાં 539 રન બનાવ્યા હતા.

જો રૂટે તેની 27 મી ટેસ્ટ સદી પૂરી કરી હતી. ICC અનુસાર, 31 વર્ષીય જો રૂટના નામે 10 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સદી છે. જો રૂટ તાજેતરની ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાના મહાન સ્ટીવન સ્મિથ અને ભારતના દિગ્ગજ વિરાટ કોહલી દ્વારા ફટકારવામાં આવેલ સદીના બરાબર પર આવી ગયા છે. જ્યારે જમણા હાથના બેટ્સમેન ઇંગ્લેન્ડ માત્ર બે ખેલાડીઓમાંથી એક છે, જેને કુલ 10000 થી વધુ રન બનાવ્યા છે. વર્તમાન ICC ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરનું ટાઈટલ મેળવનાર ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે, જેમાં લેબુશેન એકમાત્ર ખેલાડી છે જે તેમની સામે છે.

ટીમના સાથી ખેલાડી અને સદી ફટકારનાર પોપે ભૂતપૂર્વ કેપ્ટનને સર્વકાલીન શ્રેષ્ઠ અંગ્રેજી ખેલાડી ગણાવ્યા હતા.પોપે બીબીસી સ્પોર્ટને જણાવ્યું કે, “અમે ઇંગ્લેન્ડના અત્યાર સુધીન સૌથી મહાન ખેલાડીને રમતા જોઈ રહ્યા છે જે રીતે બેટિંગ કરી રહ્યા છે, તે અદ્ભુત છે. તેનું ભાગ બનવું એક ખુશીની વાત છે.”

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોન પોપ સાથે સહમત છે. વોને કહ્યું કે, “અમે તેમની બેટિંગમાં કંઈક ખાસ જોઈ રહ્યા છીએ. હું રૂટને વર્ષોથી ઓળખું છું અને હું ખરેખર માનું છું કે, તે ઈંગ્લેન્ડનો અત્યાર સુધીનો સૌથી મહાન ખેલાડી છે.”

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન (2019-2022)

જો રૂટ (ઇંગ્લેન્ડ) – 3,137

માર્નસ લાબુશેન (ઓસ્ટ્રેલિયા) – 2,180

બેન સ્ટોક્સ (ઇંગ્લેન્ડ) – 1,865

સ્ટીવન સ્મિથ (ઓસ્ટ્રેલિયા) – 1,811

બાબર આઝમ (પાકિસ્તાન) – 1,614

[quads id=1]

Related Articles

Back to top button