દેશ

Paytm માં નીકળી છે 20,000 ભરતીઓ, ગામ-શહેરમાં નોકરી મેળવવાની સારી તક

Digital payments અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની Paytm ભારતભરમાં લગભગ 20,000 ફિલ્ડ સેલ્સ કાર્યકરોને હાયર કરી રહી છે. આ હાયરિંગ વેપારીઓને ડિજિટલ માધ્યમ અપનાવવા અંગે શિક્ષિત કરવા માટે આ ભરતી કરવામાં આવી રહી છે. આ બાબતની નજીકના સૂત્રએ આ માહિતી આપી. Paytm એ નોકરીની એક જાહેરાત બહાર પાડી, જેમાં કહેવામાં આવ્યું કે ફીલ્ડ સેલ્સ એક્ઝિક્યુટિવ્સ (FSE) પાસે માસિક પગાર અને કમિશનમાં 35,000 રૂપિયા અને તેનાથી વધુ કમાવાની મોટી તક છે. કંપની FSE ના રૂપે યુવાઓ અને સ્નાતકોને નિયુક્ત કરવા માંગે છે.

સૂત્રએ કહ્યું “Paytm એ FSE ને કામ પર રાખવાનું શરૂ કરી દીધુ છે. આ તક તે લોકો માટે છે કે જેઓ 10 મા, 12 મા ધોરણમાં પાસ થઈ ચૂકેલ છે અથવા સ્નાતક છે. આ નાના શહેરો અને નગરોમાં રોજગાર મેળવવામાં માટે મદદ કરશે, ખાસ કરીને તે આ લોકો માટે ફાયદામંદ છે જેમણે મહામારી દરમિયાન નોકરી ગુમાવી દીધી છે.

સૂત્રએ જણાવ્યું હતું કે, “કંપની વધુમાં વધુ મહિલાઓને ડિજિટલ પેમેન્ટ્સ વિશે શિક્ષિત કરવામાં મદદ કરવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે.” FSE Paytm ઉત્પાદનોની બધી રેન્જને વધારો કરશે જેમાં Paytm ઑલ -ઇન-વન QR કોડ, પેટીએમ ઓલ-ઇન-વન પીઓએસ મશીન, પેટીએમ સાઉન્ડબોક્સ સાથે સાથે વોલેટ્સ, યુપીઆઇ, પેટીએમ પોસ્ટપેડ, મર્ચન્ટ લોન્સ યુપીઆઈ, પેટીએમ પોસ્ટપેડ, મર્ચન્ટ લોન જેવી કંપનીના ઈકોસિસ્ટમમાં અન્ય ઉત્પાદનો શામેલ છે.

પેટીએમ વેપારીઓને પુરસ્કાર આપવા માટે એક બાંયધરીકૃત કેશબેક ઓફર પણ ચલાવી રહ્યા છે અને સાઉન્ડબોક્સ અને IoT (ઇન્ટરનેટ ઓફ થિંગ્સ) ડિવાઇસની પણ ઓફર આપી રહ્યા છે, જેનો FSE ની તરફથી લાભ લેવામાં આવી રહ્યા છે.

કંપનીએ દૈનિક જીવનમાં પેટીએમનો ઉપયોગ કરનાર બે કરોડથી વધારે વ્યાપારીઓને વધુ સારા લક્ષયની સાથે આ વર્ષે કાર્યક્રમ માટે 50 કરોડ રૂપિયાની પ્રતિબદ્ધતા જણાવી છે. ડેટા ફર્મ RedSeer’s ના જણાવ્યા અનુસાર, પેટીએમનું સકલ વ્યાપારિક મૂલ્ય (GMV) લગભગ 4 લાખ કરોડ રૂપિયા છે, જે પેમેન્ટ ઉદ્યોગમાં સૌથી વધારે છે.

હાલમાં પેટીએમ પેમેન્ટ્સ બેન્કે FASTags જારી કરવામાં 1 કરોડનો આંકડો પાર કર્યો છે, જે દેશની અન્ય બેંકો દ્વારા જારી કરાયેલા કુલ ટેગનો લગભગ ત્રીજો ભાગ છે.

[quads id=1]

Related Articles

Back to top button