ટેક્નોલોજી

JIO નો સૌથી સસ્તો પ્લાન, જેમાં એક વર્ષ સુધી અનલીમીટેડ સેવાઓ મળી રહી છે……

Reliance Jio એ IPL 2022 ના ખાસ તક પર ઘણા બધા પ્લાન અપડેટ કર્યા છે. આ સિવાય Jio એ 555 રૂપિયાના પ્લાન પર નવો ડેટા એડ ઓન નવો પ્લાન પણ લોન્ચ કર્યો છે. એરટેલ, વોડાફોન આઈડિયા અને જિયોના તમામ પ્લાન થોડા દિવસો પહેલા મોંઘા થઈ ગયા છે, પરંતુ તે પછી પણ જિયોના પ્લાન અન્ય બંને કંપનીઓ કરતા સસ્તા છે. Jio ના બે પ્રકારના પ્રી-પેડ પ્લાન છે જેમાંથી પહેલો સ્માર્ટફોન અને બીજો Jio ફોન માટે છે. આજે અમે તમને Jio ના આવા પ્લાન વિશે જણાવીશું, જેની કિંમત માત્ર 899 રૂપિયા છે અને તમને આ પ્લાનમાં Jio અનુસાર પૂરા 12 મહિના (28 દિવસનો મહિનો) ની વેલિડિટી મળે છે. આવો જાણીએ Jio ના આ શાનદાર પ્લાન વિશે…

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, આ પ્લાન Jio ના તમામ યુઝર્સ માટે નથી. આ પ્લાન માત્ર Jio ફોન યુઝર્સ માટે છે. Jio ના આ પ્લાનની કિંમત 899 રૂપિયા છે. આ પ્લાનમાં કુલ 336 દિવસની વેલિડિટી ઉપલબ્ધ છે એટલે કે Jio ના ગણિતના મુજબ 12 મહિનાની વેલીડીટી મળે છે, કેમકે જિયોના ગણિતમાં 28 દિવસની મહિનો હોય છે.
24 જીબી હાઇ-સ્પીડ ડેટા મળશે

Jio ફોનના આ પ્લાનમાં મળનાર ડેટાની વાત કરવામાં આવે તો તેમાં 24 જીબી ડેટા મળે છે એટલે દરમહીને 2 જીબી હાઈ-સ્પીડ ડેટા મળશે. આ પ્લાનમાં તમને બધા નેટવર્ક પર અનલીમીટેડ કોલિંગ મળશે અને દરમહિને 50 SMS મળશે.

તો જો તમે Jio ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો આ પ્લાન તમારા માટે બેસ્ટ છે અને જો તમે માત્ર કોલ કરવા માટે રિચાર્જ કરવા માંગો છો તો આ પ્લાન તમારા માટે ભેટથી ઓછો નથી.

Amit

Recent Posts

ચેન્નઈ સુપર કિંગ્સનો આ ખેલાડી નિવૃત્તિ બાદ લડશે ચુંટણી?

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…

1 year ago

અફઘાનિસ્તાનને 546 રનથી હરાવી બાંગ્લાદેશે રચ્યો ઈતિહાસ, આવું કારનામું કરનાર બની ત્રીજી ટીમ

ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…

1 year ago

શું તમારા પગની આંગળી અંગુઠાથી મોટી છે? ભાગ્યશાળી હોય છે આવા લોકો

માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…

2 years ago

પેટમાં થાય છે બળતરા તો કરી લો આ ઘરેલુ ઉપચાર,તરત જ મળે જશે આરામ…

આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…

2 years ago

લઠ્ઠાકાંડના પીડિત પરિવારને ન્યાય અપાવે ગુજરાત સરકાર : ગોપાલ ઇટાલિયા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…

2 years ago