ટેક્નોલોજી

Jio vs Airtel vs Vi: 56 દિવસ માટે રોજ 1.5GB ડેટા, કઈ કંપનીનો પ્લાન છે બેસ્ટ

Jio vs Airtel vs Vi: 56 દિવસ માટે રોજ 1.5GB ડેટા, કઈ કંપનીનો પ્લાન છે બેસ્ટ

ટેલિકોમ કંપનીઓ તેમના ગ્રાહકો માટે દૈનિક ડેટા સાથે ઘણા પ્રીપેડ પ્લાન ઓફર કરતી રહે છે. જ્યારે કેટલાક ગ્રાહકો સૌથી સસ્તા પ્લાનની શોધમાં રહે જ્યારે મોટી સંખ્યામાં લોકો દરરોજ 1.5 GB ડેટા વાળા પ્લાનને પસંદ કરે છે. તેમાં તમને દરરોજ પૂરતો ઈન્ટરનેટ ડેટા મળે છે. અહીં અમે તમને Reliance Jio, Airtel અને Vodafone-Idea ના 56 દિવસની વેલિડિટી સાથે આવનાર પ્લાન વિશે જણાવી રહ્યા છીએ, જે દરરોજ 1.5 GB ડેટા ઓફર કરશે.

રિલાયન્સ જિયોનો 479 રૂપિયાનો પ્લાન

રિલાયન્સ જિયોની પાસે 479 રૂપિયાનો રિચાર્જ પ્લાન છે. તેમાં તમને 56 દિવસની વેલીડીટી માટે 1.5 GB પ્રતિદિવસ આપવામાં આવે છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ્સ અને દરરોજ 100 SMS ઓફર કરવામાં આવી રહ્યા છે. તેની સાથે જિયો એપ્લિકેશનની એક્સેસ પણ મળે છે. Jio એપ્સ માં Jio Cinema, Jio TV અને Jionews જેવી એપ્સનો સમાવેશ થાય છે.

એરટેલનો દૈનિક 1.5 જીબી અને 56 દિવસનો પ્લાન

એરટેલનો મિડ-ટર્મ પ્લાન પણ કિંમતના મામલે Jio જેવો જ છે. એરટેલના પ્રીપેડ પ્લાનની કિંમત 479 રૂપિયા છે, જેમાં 56 દિવસની વેલિડિટી સાથે 1.5 GB પ્રતિ દિવસ આપવામાં આવે છે. આ પ્લાનમાં અનલીમીટેડ વોઇસ કોલ્સ અને 100 SMS પ્રતિદિવસની સાથે મોબાઇલ એડિશન Amazon Prime Video ફ્રી ટ્રાયલ, ફ્રી HelloTunes અને Wynk Music નું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.

Vodafone-idea નો દરરોજ 1.5 GB અને 56 દિવસનો પ્લાન

તમને જાણીને હેરાની થશે કે, Vodafone-Idea પણ સમાન કિંમતનો પ્લાન ઓફર કરી રહી છે. જેમાં 56 દિવસ સુધી દરરોજ 1.5 જીબી ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલનો ફાયદો પણ આપવામાં આવી રહ્યો છે. આ સિવાય V Movies & TV, Binge All Night અને Weekend Data Rollover ની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

[quads id=1]

Related Articles

Back to top button