જેઠાલાલના અવનવા કપડા પાછળ કોના હાથનો છે કમાલ અને આ ખાસ ડીઝાઈન વાળા કપડાં સિવડાવવા માં કેટલો સમય લાગે છે?
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ ના જાણીતા એવા કલાકાર જેઠાલાલ ને તો સૌ કોઈ ઓળખતા જ હશો. જેઠાલાલ નું અસલી નામ દિલીપ જોશી છે. ભારતમાં અને ખાસ ગુજરાતમાં ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ હશે જે જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી ને નહીં ઓળખતું હોય. આ સિરીયલ માં તમને નોટિસ કર્યું હશે કે જેઠલાલ ને દર વખતે એકદમ નવીવ નવીન કપડાં પહેરાવવામાં આવે છે. તમને ઘણી વખત સવાલ થતો હશે કે જેઠાલાલના આટલા જોરદાર કપડા કોણ ડીઝાઈન કરે છે.
દિલીપ જોશીએ 12 વર્ષની ઉંમરેથી જ અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું અને છેલ્લા 13 વર્ષથી જેઠાલાલ નું પત્ર ભજવી ને દર્શકોનું મનોરંજન કરે છે. દિલીપ જોશી ગુજરાતી નાટક ઉપરાંત સલમાન ખાનની ફિલ્મ મૈં પ્યાર કિયામાં નોકર રામુની ભૂમિકામાં અને હમ આપકે હૈ કૌનમાં ભોલા પ્રસાદમાં પણ કામ કર્યું છે. જો કે તેમના કહેવા મુજબ તારક મહેતા માં કામ કર્યા પછી લોકોનું તેમના પ્રત્યેનું વલણ બદલાયું છે.
જેઠાલાલે તેમની કોમેડી કરવાની કળા ના કારણે બધા લોકોના હૃદયમાં એક વિશેષ સ્થાન મેળવ્યું છે. જોકે આ સીરિયલ ના બધા પાત્રો માં કઈ ને કઈ ખાસ વાત તો હોય જ છે પરંતુ જેઠાલાલ ની એક્ટિંગ કંઇક વિશેષ છે. તો ચાલો મિત્રો આાજે તમને જણાવીએ જેઠાલાલ ના કપડાં વિષે અમુક રસપ્રદ વાતો.
ગોકુળધામ સોસાયટી ની ખાસ વાત એ છે કે તેમા દરેક તહેવાર ની વિશેષ ઉજવણી કરે છે અને તેમ જેઠાલાલ ની આગવી ભૂમિકા હોય છે. કોઈ પણ તહેવાર પર ખાસ કપડાંમાં જોવા મળતા જેઠાલાલ શર્ટ અથવા કુર્તા પહેરેલા હોય છે. મીડિયા ના રિપોર્ટ પ્રમાણે આ શોની શરૂઆતથી જ એક કારીગર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના કપડા ડિઝાઇન કરે છે.
મિત્રો તમને જણાવિ દઈએ કે વર્ષ 2008 થી મુંબઇના જીતુભાઇ લાખાણી જેઠાલાલના માટે કપડાં ડિઝાઇન કરી રહ્યા છે. રેગ્યુલર દિવસોમાં જ્યાં તે દિલીપ જોશી માટે સામાન્ય કપડાં બનાવે છે, ત્યાં કોઈ ખાસ પ્રસંગ માટે તેમના શર્ટ ડિઝાઇન પણ ખાસ હોય છે. એક ઈન્ટરવ્યુમાં જીતુભાઇ લાખાણીએ જણાવ્યું હતું કે કોઈ પણ નવો શર્ટ સિવવામાં 2 કલાક લાગે છે જ્યારે આ શર્ટ ને ડિઝાઇન કરવામાં લગભગ 3 કલાક લાગે છે. તેઓ આગળ કહે છે કે આ ડીજાઈનર શર્ટનું વેચાણ એટલું વધારે છે કે દૂર-દૂરથી લોકો જેઠાલાલ સ્ટાઇલના શર્ટ બનાવવાની ડિમાન્ડ કરે છે.