તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ વાત કરીએ તો તેના અનેક ચાહકો રહેલા છે. એવામાં કોઈ તહેવાર આવે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ગોકુલધામ સોસાયટીમાં ઉજવણી કરવામાં ના આવે તેવું બને જ નહીં. એવામાં હોળીના તહેવારને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ તહેવારમાં ખાસકરીને જેઠાલાલની ઉજવણી ચાહકોને ખૂબ પસંદ આવતી હોય છે. તેના પાછળનું કારણ બબીતાજી છે. કેમકે તેમની સાથે હોળી રમવા માટે જેઠાલાલ કોઈ પણ તક છોડતા નથી. તેના સાથે ઉજવણી ચાહકોને ખૂબ પસંદ આવે છે.
નોંધનીય છે કે, આખા વર્ષ દરમિયાન બબીતાજીને રંગ લગાવવા આતુર રહેનાર જેઠાલાલ હોળીની ખાસ તૈયારીઓ કરે છે. પરંતુ એકવાર તેમની તૈયારીઓ તેમના પર ઊંધી પડી અને પછી જેઠાલાલ સાથે જે થયું તે જોઈને ચાહકો હસવાનું રોકી શક્યા નહીં. હવે હોળી છે, તેથી જેઠાલાલથી જોડાયેક આ રમૂજી કિસ્સો યાદ કરવો જરૂરી છે.
એવામાં થયું એવું હતું કે, અય્યરે જેઠાલાલને જણાવ્યું છે કે, તે અને બબીતા મહાબળેશ્વરમાં હોળી ઉજવશે. હવે તમે જેઠાલાલને ઓળખો છો. ભાઈ… બબીતાજી મહાબળેશ્વરમાં હોળી ઉજવે અને જેઠાલાલ સોસાયટીમાં રહે તેવું કેવી રીતે બની શકે. તેથી ગુપ્ત રીતે તે પણ મહાબળેશ્વર જવાનો પ્લાન પણ બનાવી લેશે. બેગ પેક કર્યા બાદ તે કારમાં બેસવા માટે જઈ રહ્યા હતા તે જ દરમિયાન તેમને બાલ્કનીમાં બબીતાજી જોવા મળી જાય છે અને ત્યાર બાદ જેઠાલાલનો ચહેરો જોવાલાયક હોય છે. ત્યાર બાદ જેઠાલાલનો જોક બનતા જોવા જેવું થાય છે. એવામાં જેઠાલાલ સાથે અનેક વખત આ બનાવ બનતા રહે છે. હવે એ જોવાનું રહેશે કે, જેઠાલાલ બહાર જવાનું કેવી રીતે ટાળશે.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ.એસ ધોનીએ જ્યારથી નિવૃત્તિ જાહેર કરી હતી ત્યારથી એવા સમાચાર આવ્યા…
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે 546 રનથી જીત મેળવી…
માનવીના અંગૂઠાની રચના અનેક કદની હોય છે. સામુદ્રિક શાસ્ત્ર દ્વારા આપણે અંગૂઠાના અંગૂઠામાંથી પણ વ્યક્તિ…
આજકાલ લોકોમાં એક સમસ્યા ઘણી વધારે જોવા મળતી હોય તો એ છે એસીડીટી. એસીડીટીના મુખ્ય…
પગમાં નાના સોજા આવવા એ સામાન્ય વાત છે પણ જો સોજા ઘણા સમય સુધી રહે…
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે 40થી વધુ લોકોના મોત થયા છે અને હજુ…