જેને દીકરી જેવી ગણી તે કામવાળીએ જ માલિકના ઘરમાં લૂંટ માટે નો પ્લાન ઘડ્યો
19 વર્ષની કામવાળીએ જે ઘરમાં કામ કરતી હતી તે જ ઘરમાં લૂંટ કરાવી. પોતાના ત્રણ સાથીદારો સાથે વહેલી સવારે ઘરમાં ઘૂસી અને મહિલાને બંધક બનાવી રૂ. 2.63 લાખની મત્તાની લૂંટ ચલાવી.
વડોદરાની એક સોસાયટીમાં કામવાળી બાઈએ પોતાના ત્રણ સાથીદારો સાથે મળી વહેલી સવારે લૂંટ કરી. અગાઉ એક વખત લુંટ કરતાં પાડોશી જાગી જતા ભાગવું પડ્યું, તો ફરી થોડા સમય પછી આવીને લૂંટ કરી.પોતાને ઓળખી ન જાય તે માટે કામવાળી પેન્ટ-શર્ટ પહેરીને લૂંટ કરવા આવી હતી.
વડોદરાની કારેલીબાગ પાસે આવેલ સોનાલી સોસાયટીમાં રહેતા રંજનબેન ગોર સોમવારે સવારે 5 વાગે રસોડામાંથી આવાજ આવતા ઊથી ગયા હતા અને પોતાના દીકરા જયદીપના નામની બૂમ લગાવી હતી સામે રસોડામાંથી હુંકાર આવતા તે રસોડા તરફ આવતાં જ દરવાજા પાસે ઉભેલા એક લુટારુએ તેમના ઉપર ચાદર નાંખીને જમીન પર પાડી કબાટની ચાવી માંગી તો નથી મારી પાસે નહિ એમ કહેતા એમના માથે રમકડાંની રિવોલ્વર બતાવી ગળામાં અને હાથમાં પહેરેલ દાગીના કઢાવી રૂમમાં જઈ કબાટમાંથી ચાંદીના 2 ગ્લાસ અને કીમતી ચીજો સાથે હાથની આંગળીની 4 સોનાની વીતી તેમજ સોનાની ઘડિયાળ અન્ય વસ્તુઓ મળી કુલ 2.63 લાખ રૂપીયાની લુંટ કરી ગયા હતા.
આ લુંટ દરમ્યાન રંજનબેનનો દીકરો જયદીપ ઊઠી જતાં ચોર ચોરની બૂમ કરતાં ચોર ઘરમાંથી ભાગી ગયા હતા. સોસાયટી પાસે આવેલ બંસલ મોલના ગાર્ડએ ચોરને ભગત જોઈ તેમાંથી એકને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો જ્યારે અન્ય સાથીદાર ભાગવામાં સફર થયા હતા. પોલીસને સોંપ્યા બાદ લુટારુ આકાશ રાવલ નામના વ્યક્તિએ અન્યની માહિતી આપતા રંજનબેનના ઘરમાં જ કામ કરતી 19 વર્ષીય ડીમ્પલ સોનીએ આખો લુંટનો પ્લાન બનાવ્યો હતો અને સાથીદારને પકડી લીધા છે હજી એકની શોધખોળ ચાલે છે.
હમણાં પૂરા થયેલ ગોરી વ્રત માટે રંજનબેને ડિમ્પલને સુકો મેવો લાવવા માટે 1 હજાર રૂપિયા આપ્યા હતા અને અમને ખબર ન હતી કે આ છોકરી આવું કરશે એવું રંજનબેનના છોકરાએ જણાવ્યું હતું.લુટારુને જોતાં રંજનબેને ચાદર ઓઢાડી ચાકુ વડે મારવા જતાં બેભાન થવાનું નાટક કર્યું હતું અને ત્યારે જ ડિમ્પલે એના સાથીદારને કહ્યું કે બા ને ન મારો જેથી રંજનબેનને ન મારતા અવાજ સાંભળતા ખબર પડી કે કોઈ જાણકાર છે તેથી ચોરની નજર હટાવી ઇમરજન્સી બેલ વગાડી દીકરાને જગાડ્યા હતા પરંતુ દીકરાનો દરવાજો બહારથી બંદ હોવાથી બૂમ પાડતા લુટારુ ભાગી ગયા હતા.
આખી ઘટના કામ કરવા આવનાર ડિમ્પલે બનાવી હતી એ પોલીસની સામે કબૂલ્યું છે ડિમ્પલના કહ્યા અનુસાર તે અહી કામ કરવા આવતી હતી સાથે બંગલાની ચાવી પણ હોવાથી તેણે લૂંટ માટેનો પ્લાન બનાવ્યો હતો અને તેણે સાથ આપવા માટે તેના સાથીદાર હતા અર્જુન,આકાશ,રિતેશ, જેમાં આકાશ ટેરેસ પરથી આવી બારણું ખોલતા ડીમ્પલ ઘરમાં આવી અને જયદીપના રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો અને તે પેન્ટ ટીશર્ટના પહેરવેશમાં હોવાથી કોઈ ઓળખી ન જાય બહાર દરવાજા પાસે અર્જુન હતો જે કોઈ આવે તેની જાણકારી આપે એ રીતે પ્લાન બનાવી લુંટ કરી હતી રાતે 3 વાગે આવ્યા હતા પરંતુ પાડોશી જાગી જતાં તેઓ નીકળી ગયા હતા અને પાછા 4 વાગે આવી ફરી યોજના મુજબ લૂંટ કરી હતી