રમત ગમત

જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે છ વિકેટ લઈને બનાવ્યા પોતાના નામે કર્યા આ મોટા રેકોર્ડ્સ

જસપ્રીત બુમરાહે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીરીઝની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 19 રનમાં છ વિકેટ લીધી અને એક સાથે અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. બુમરાહ ઈંગ્લેન્ડમાં વનડેમાં બોલિંગ કરનાર સર્વશ્રેષ્ઠ ભારતીય બોલર બની ગયો છે. તેણે આ મામલે આશિષ નેહરાને પાછળ છોડી દીધો છે. જોકે, જસપ્રિત બાંગ્લાદેશ સામે 6/4 લેનાર સ્ટુઅર્ટ બિન્નીના રેકોર્ડને તોડી શક્યો ન હતો. તેમ છતાં તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. અહીં અમે તેના તમામ રેકોર્ડ વિશે જણાવી રહ્યા છીએ, જે તેણે આ મેચમાં હાંસલ કર્યા છે.

આ મેચમાં ભારતીય ફાસ્ટ બોલરોએ તમામ 10 વિકેટ ઝડપી હતી. વનડે ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું કે, પ્રથમ બોલિંગ કરતી વખતે તમામ 10 વિકેટ ભારતીય ઝડપી બોલરોએ લીધી હતી. જ્યારે 1983 વર્લ્ડ કપ ફાઇનલ પછી આ પ્રથમ તક હતી, જ્યારે ઇંગ્લેન્ડની ધરતી પર વનડે મેચમાં તમામ 10 વિકેટ ભારતના ઝડપી બોલરોના નામે રહી હતી.

જસપ્રીત બુમરાહે આ મેચમાં ભારત માટે ODI ક્રિકેટમાં ત્રીજું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કર્યું હતું. તેના પહેલા સ્ટુઅર્ટ બિન્નીએ બાંગ્લાદેશ સામે ચાર રનમાં છ વિકેટ અને અનિલ કુંબલેએ 12 રનમાં છ વિકેટ લીધી હતી. તે જ સમયે, બુમરાહે 19 રનમાં છ વિકેટ લીધી હતી. બુમરાહે આશિષ નેહરા અને કુલદીપ યાદવને પાછળ છોડીને ઈંગ્લેન્ડમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ભારતીય બોલર બન્યો છે. નેહરાએ ઈંગ્લેન્ડ સામે જ 23 રન આપીને છ વિકેટ લીધી હતી. કુલદીપે 25 રનમાં છ વિકેટ ઝડપી હતી.

વનડેમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

બોલર પ્રદર્શન વિરોધી ટીમ
સ્ટુઅર્ટ બિન્ની 6/4 બાંગ્લાદેશ
અનિલ કુંબલે 6/12 વેસ્ટ ઇન્ડીઝ
જસપ્રીત બુમરાહ 6/19 ઇંગ્લેન્ડ
આશિષ નેહરા 6/23 ઇંગ્લેન્ડ
કુલદીપ યાદવ 6/25 ઇંગ્લેન્ડ

વનડેમાં છઠ્ઠી વખત તમામ 10 વિકેટ ભારતીય ઝડપી બોલરોના નામે

વનડે ક્રિકેટના ઈતિહાસમાં આ છઠ્ઠી વખત બન્યું હતું કે, જ્યારે તમામ 10 વિકેટ ભારતના ઝડપી બોલરોએ લીધી હોય. આ પહેલા 2014 માં બાંગ્લાદેશ સામે મીરપુરના મેદાન પર આવું બન્યું હતું. જ્યારે ઓસ્ટ્રેલિયા સામે 1983 માં પ્રથમ વખત ભારતીય ફાસ્ટ બોલરોએ આ કારનામું કર્યું હતું.

ભારતીય ફાસ્ટ બોલરોએ વનડેમાં છઠ્ઠી વખત 10 વિકેટ ઝડપી

વિરોધી ટીમ મેદાન વર્ષ
ઓસ્ટ્રેલિયા ચેમ્સફોર્ડ 1983
વેસ્ટ ઈન્ડિઝ લોર્ડ્સ 1983
પાકિસ્તાન ટોરેન્ટો 1997
શ્રીલંકા જોહાનિસબર્ગ 2003
બાંગ્લાદેશ મીરપુર 2014
ઇંગ્લેન્ડ ધ ઓવલ 2022

વનડેમાં ઈંગ્લેન્ડમાં ચોથું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

વનડેમાં જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડની ધરતી પર મેચમાં સર્વશ્રેષ્ઠ બોલિંગના મામલે ચોથા નંબર પર છે. આ મામલામાં પાકિસ્તાનનો વકાર યુનિસ નંબર વન છે, જેણે 2001માં 36 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. જ્યારે વિન્સ્ટન ડેવિસે 51 રનમાં સાત વિકેટ અને ગેરી ગિલમોરે 14 રનમાં છ વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડમાં વનડેમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

બોલર પ્રદર્શન વિરોધી ટીમ મેદાન વર્ષ
વકાર યુનીસ (પાકિસ્તાન) 36/7 ઇંગ્લેન્ડ લીડ્સ 2001
વિન્સટન ડેવિસ (વેસ્ટ ઇન્ડીઝ) 51/7 ઓસ્ટ્રેલિયા લીડ્સ 1983
ગેરી ગીલમોર 14/6 ઇંગ્લેન્ડ લીડ્સ 1975
જસપ્રીત બુમરાહ 19/6 ઇંગ્લેન્ડ ધ ઓવલ 2022
[quads id=1]

Related Articles

Back to top button