જાણો સૌરાષ્ટ્રના કયા બિઝનેસમેને ખરીદી લીધું 10 સિટર જેટ પ્લેન? પરિવાર સાથે જુવો તેમની ખાસ તસવીરો…
સૌરાષ્ટ્ર પ્રદેશ અને ખાસ કરીને જામનગરના લોકો માટે ગૌરવ અપાવે તેવું એક જેટ પ્લેન શિપિંગ બિઝનેસ સાથે જોડાયેલા એક પરિવારે ખરીદ્યું છે. ગુજરાતમાં 10 સિટર જેટ પ્લેન ખરીદનાર લાલ પરિવાર પહેલો પરિવાર બની ગયો છે. આ પરિવારના એક સભ્ય મિતેશભાઇ એ કીધું હતું કે આ પ્લેન ટ્રાયલ બેઝ પર ખરીદવામાં આવ્યું છે. જે હાલમાં અમદાવાદ રાખવામાં આવ્યું છે. આ પ્લેન ખરીદવા માટે આશરે 15 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. આ સાથે પ્લેન લાવતાની સાથે જ તેમાં વડીલોને બેસાડીને દ્વારા મંદિર દર્શન કરવા લઈ જવામાં આવ્યા હતા.
આપણે જો લાલ પરિવાર વિશે વાત કરીએ તો ગુજરાતના પૂર્વ મંત્રી હરિદાસ લાલ જીવણભાઇ લાલ હતા અને તેમના પુત્ર બાબુભાઈ લાલના બે સૂપુત્રો અશોકભાઈ લાલ અને જીતુભાઈ લાલ શિપિંગ બિઝનેસ ઘણા લાંબા સમયથી સંભાળી રહ્યા છે. જેમની મોટી ઓફિસ શ્રીજી શિપિંગ વ્યવસાય નામથી ચાલે છે. આ બિઝનેસ મિતેશભાઈ, જીતુભાઈ, અશોકભાઈ કૃષ્ણ રાજ દ્વારા સંભાળવામાં આવી રહ્યો છે.
રાજકારણ અને બિઝનેસ સાથે જોડાયેલ આ પરિવાર પહેલા પણ ચર્ચામાં આવી ચૂક્યો છે. આ પરિવાર દ્વારા ઘણી સંસ્થાઓ પણ ચલવવામાં આવે છે. જે ઘણા સેવાભાવી કાર્યો માટે જાણીતી છે. હા, તેમની સંસ્થા હરિલાલ જીવણદાસ ઘણા લાંબા સમયથી સેવાભાવી કાર્યો કરવામાં કાર્યરત છે. આ સાથે તેમની પેઢી આલિશાન શોખ માટે જાણીતી છે.
પ્રાઇવેટ જેટ આવ્યા બાદ આ સમગ્ર પરિવાર વડીલો સાથે દ્વારા દર્શને ગયો હતો. આ પ્લેન અંગે વાતચીત કરતા મીતેશભાઈ લાલ કહે છે કે આ પ્લેન 10 સિટર છે, જેમાં 10 લોકો આરામથી બેસી શકે છે. આ સિવાય આ પ્લેન ટોટલ 15 કરોડની કિંમતે ખરીદવામાં આવ્યું છે.
લાલ પરિવાર દ્વારા પ્લેન ખરીદવાના સમાચાર વાયુવેગે વાયરલ થતાં સમગ્ર લાલ પરિવારને તેમના શુભ ચિંતકો, સગા સંબધીઓ, મિત્રો તરફથી શુભેચ્છા આપવામાં આવી હતી.