સમાચાર

જાણો દુનિયાની આઠમી અજાયબી વિશે,જેમાં આ વૃક્ષે ગુજરાતનો ડંકો દુનિયભરમાં વગાડયો

વાપી નગરપાલિકામાં આવેલ અટલ બિહારી બાજપાઈ ઉદ્યાનમાં 4 વૃક્ષના આધુનિક સોલાર ટ્રી મૂકાયા. વાપી નગરપાલિકાએ 80 લાખના ખર્ચ થકી 90 કિલો વોલ્ટ વીજળીના ઉત્પાદન કરતું આ વૃક્ષ બનાવ્યું.

છેલ્લા કેટલાક દાયકાથી માનવ દ્વારા આડેધડ ફોસિલ ફ્યુઅલના વપરાશના કારણે આવનાર પેઢીને બળતણ ઇંધણની સમસ્યાનો ઉપાય માત્ર ગ્રીન ઉર્જા માનવામાં આવે છે. ત્યારે  સૌર ઉર્જા (solar energy) એ જ ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહશે.

ત્યારે રાજ્ય આ છેવાડે આવેલ ઔદ્યોગિક નગરી વાપીમાં સૌર વૃક્ષ થકી વીજળીના ઉત્પાદનની શરૂઆત કરાઈ છે. વૃક્ષ માનવ જીવન માટે આશીર્વાદ સામાન માનવામાં આવે છે ત્યારે સોલાર ટ્રી આપણા માટે એક નવો જ શબ્દ છે.

વાપી (Vapi) માં આકાર પામેલ આ સોલાર ટ્રી દુનિયાનું સૌથી વધારે વીજળી પેદા કરનાર સોલાર ટ્રી (solar tree) બની ગયું છે. તો આવો જાણીએ સૂર્ય થકી વીજળી બનાવતા આ વૃક્ષ પર ખાસ અહેવાલ. સહયોગ થકી વાપી નગરપાલિકાએ 80 લાખના ખર્ચ થકી 90 કિલો વોલ્ટ વીજળીના ઉત્પાદન કરતું આ વૃક્ષ બનાવ્યું છે.

જે વાપીના ચલા વિસ્તાર 180 કેવી વીજ પૈકી અડધું બિલ સૌર ઉર્જા પૂરું પાડે છે. એટલે કે ચાલ વિસ્ત્તારને પાણી પૂરું પડતા સંપનું 180 કેવી વીજમાંથી 90 કેવી વીજ ઉત્પાદન હવે આ સૌર ટ્રી કરી રહ્યું છે. છેલ્લા 3 દાયકાથી દેશમાં વધતા જતા ટ્રાન્સપોર્ટેશનને કારણે વિદેશી હૂંડિયામણનો ઉપયોગ ક્રૂડ ઓઇલ પાછળ ખર્ચાય છે.

ત્યારે હવે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વિન્ડ, સૌર, હાઈડ્રો એનર્જી થકી વીજ ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યાં છે. આનામાં ભારતનો ઉનાળો આકરો હોય છે. ત્યારે સૌર ઉર્જા એક શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે. દેશમાં છેલ્લા એક દશકથી અનેક સોલાર પાર્ક નિર્માણ પામી રહયાં છે.

તો આ પ્રકારના સરકારી નિર્માણમાં સોલાર ટ્રી પણ બનવા લાગ્યા છે, ત્યારે વાપીમાં નિર્માણ પામેલ આ સોલાર ટ્રી દુનિયાનું બંગાળના 11.5 કેવી ક્ષમતા ધરાવતા સોલાર ટ્રીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

[quads id=1]

Related Articles

Back to top button