જાણી લો ધૈર્યરાજ સિંહના 16 કરોડના મહાદાન વિશે, હવે આટલા કરોડ જ બાકી છે…
તમે બધા જાણતા હશો કે છેલ્લા કેટલાક સમયથી 3 મહિનાના માસૂમ બાળક ધૈર્યરાજ સિંહ માટે દાન એકઠું કરવામાં આવી રહ્યું છે. આ બાળકને એક ગંભીર બીમારી છે અને તેની દવા આશરે 16 કરોડ જેટલી મોંઘી આવે છે. જેના લીધે તેના માતાપિતાએ ગુજરાત રાજ્યની જાહેર જનતાને દાન આપીને મદદ કરવા વિનંતી કરી હતી.
ત્યારબાદ ગુજરાતના લોકોએ પણ યથાશકિત પ્રમાણે દાન આપીને માસૂમ ફૂલ જેવા બાળકની બચાવી લેવા અપીલ કરી હતી. આજ ક્રમમાં ઘણા સેલિબ્રિટી, નેતાઓ અને રાજકારણીઓ મેદાનમાં આવ્યા હતા. આ જ ક્રમમાં કરણી સેના પણ આ બાળક માટે દાન એકઠું કરતા જોવા મળી હતી.
તમને જણાવી દઈએ કે આ બાળકને SMA-1 નામની ગંભીર બીમારી છે. જોકે ડોક્ટરોએ આ બીમારીના નિવારણ માટે એક વર્ષનો સમય આપ્યો છે. આ બીમારી થવા પર ધીમે ધીમે શરીરના અંગો નિષ્ક્રિય થવા લાગે છે અમે ઉંમરના એક તબક્કે પહોંચ્યા પછી સંપૂર્ણ શરીર નિષ્ક્રિય થઇ જાય છે.
સામાન્ય રીતે નાના બાળકોમાં આ બીમારી વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે આ બીમારી ખૂબ જ દુર્લભ છે. જેના લીધે તે આશરે 10000 બાળકો માંથી કોઈ એકને થાય છે. આ બીમારીનો ખર્ચ પણ ખૂબ મોંઘો છે. હા, શરૂઆત માં આ બીમારીનો ખર્ચ 22 કરોડ હતો પરંતુ સરકાર દ્વારા ટેકસ માફ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ દવાનો ભાવ 16 કરોડ થઇ ગયો છે.
હાલ સુધીમાં આ બીમારી માટે ગુજરાતની જનતા દ્વારા 12 કરોડ દાન એકઠું કરી દેવામાં આવ્યું છે. હવે ફક્ત 4 કરોડની જરૂર છે. આવામાં તમને અપીલ કરીએ છીએ કે તમારે તમારી યથાશકિત પ્રમાણે દાન આપવું જોઈએ.