આઇટીબીપી જવાનની ગોળી મારી કરવામાં આવી હત્યા, બે જુડવા બાળકો થઈ ગયા અનાથ
જમીનના ઝગડાને કારણે હિમાચલ પ્રદેશના ઉનામાં એક આઈટીબીપી જવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યા કરનાર આરોપીએ બેનાળી બંદૂકથી યુવકની છાતી પર જ ગોળી મારી હતી. યુવકને ગોળી વાગતાં તરત જ મોત થયું હતું. મૃતક ત્રણ દિવસ પહેલા રજા લઇને તેના ઘરે આવ્યો હતો.
દુખદાયક હત્યાની આ ઘટના ઉનાના નાંગરા ગામની છે. આ ઘટના સમયે આઈટીબીપીમાં કામ કરતો જવાન તેના ખેતરમાં હતો. આ જવાન આઈટીબીપીમાંથી રજા લઈને ત્રણ દિવસ પહેલા જ ઘરે આવ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે લગભગ દોઢ વીઘા જમીન માટે કોઈ બીજા પક્ષ સાથે તેનો ઝગડો ચાલતો હતો.
આ જમીન મૃતક જવાનના પરિવારજનોએ ખરીદી હતી. આની પહેલા આ જમીન આરોપીના પરિવાર પાસે ગીરવે મૂકેલી હતી. ગીરવે મૂકેલી જમીનના માલિકોએ આ જમીનને મૃતક જવાનના પરિવારને વેચી દીધી હતી.આ પછીથી જમીનના કબજાને લઈને બંને પક્ષો વચ્ચેનો ઝગડો વધુ આગળ ચાલતો રહ્યો. ત્યારપછી આ ઝગડો કોર્ટમાં પહોંચ્યો.
આ કેસની સુનાવણીમાં કોર્ટે મૃતક જવાનના પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. અદાલતમાં કેસ જીત્યા પછી પણ આરોપી આ જમીનને લઈને મૃતકના પરિવારજનોને ખૂબ હેરાન કરતો હતો. આ જમીન નો ચુકાદો આવ્યા પછી મૃતક જવાનના પરિવારજાણો એ પહેલી વાર જમીન પર પાક ઉગાડ્યો હતો.
રજા પર આવેલો જવાન આ પાકની લણણી કરવા માટે ખેતરમાં હતો, ત્યારે લણણી દરમિયાન આરોપી એક જીપમાં ઘણા લોકોને સાથે લઈને ખેતરમાં પહોંચ્યો હતો. ગુસ્સામાં આવેલા આ આરોપીએ યુવકની છાતી બંદૂકથી ગોળી ચલાવી દીધી હતી. ગોળી સીધી હૃદય પર વાગતા આઇટીબીપી જવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. હત્યા કરીને આરોપી ત્યાર જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના આજુબાજુમાં ખેતરોમાં કામ કરતા કેટલાક લોકોએ પણ જોઈ હતી.
હત્યા કરનાર આરોપી પહેલા તો આ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો પરંતુ પછી તેને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો હતો. પોલીસને આ ઘટનામાં વપરાયેલી ડબલ બેરલ બંદૂક પણ મળી આવી છે. આ કેસમાં હત્યા કરનાર મુખ્ય આરોપી સિવાય બીજા ત્રણ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
એવી માહિતી મળી છે કે આ મૃતક જવાનના લગ્ન લગભગ 4 વર્ષ પહેલા થયા હતા. આ જવાનને બે વર્ષના જોડિયા પુત્ર પણ છે. મૃતકને એ સગા ચાર ભાઈઓ હતા. તેનો હજુ એક ભાઈ પણ આઈટીબીપીમાં છે. જ્યારે એક ભાઈ હિમાચલ પોલીસમાં છે અને એક એન્જિનિયર છે. આ ઘટનાથી આખા ગામમાં હાહાકાર મચી ગયો છે.